News of Wednesday, 21st October 2026
બિશ્નોઈ બ્રધર્સની કસ્ટડી કેમ નથી મળતી મુંબઈ પોલીસને?
લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ અને તેમની ગેન્ગ વિરુદ્ધ મુંબઈમાં હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છેઃ પણ...

મુંબઈ,તા.૨૧: સલમાન ખાનને અનેક ધમકીઓ, તેના બાંદરાના ગેલેક્સી અપાર્ટમેન્ટની બહાર ફાયરિગ, નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા સહિત અનેક ગુનાઓ લોરેન્સ બિશ્નોઈ, તેના ભાઈ અનમોલ બિશ્નોઈ તથા તેની ગેન્ગના સભ્યો વિરુદ્ધ નોંધાયેલા હોવા છતાં હજી સુધી મુંબઈ પોલીસ બિશ્નોઈ ભાઈઓની કસ્ટડી મેળવી શકી નથી. એને કારણે તેમની પૂછપરછ કે ઊલટતપાસ કરવાની તક પણ મુંબઈ પોલીસને નથી મળી. જોકે હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ અને દિલ્હીની તિહાર જેલમાં રખાયેલા અનમોલની કસ્ટડી મુંબઈ પોલીસ નથી મેળવી શકતી એની પાછળ કેન્દ્રીય ગૃહમંત્રાલયનો આદેશ છે. અનમોલને ૨૦૨૫માં અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો ત્યાર પછી તેને તિહાર જેલમાં જ રાખવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશ મુજબ લોરેન્સ અને અનમોલને તેમની જેલમાંથી બહાર કાઢવા પર અને તેમને અન્યત્ર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એને કારણે મુંબઈ પોલીસ તેમનાથી જોડાયેલા ગુનાઓની તપાસ હાથ ધરી શકી નથી. મહારાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજ્યોની પોલીસે પણ તેમની કસ્ટડી મેળવવા માટે અનેક પ્રયાસો કર્યા છે. જોકે કેન્દ્રીય ગૃહમંત્રાલયને કારણે એ શક્ય બની શક્યું નથી.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૩૦૩ મુજબ ભારત સરકારને કોઈ કેદીને જેલમાંથી બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકતો આદેશ આપવાની સત્તા છે. કાયદો-સુવ્યવસ્થા ડહોળાઈ શકે એ જોખમને ધ્યાનમાં રાખીને તથા સામાન્ય નાગરિકોના હિત માટે આ આદેશ આપવામાં આવે છે. શરૂઆતમાં ઑગસ્ટ ૨૦૨૩માં કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજર (ઘ્શ્વભ્ઘ્)ની કલમ ૨૬૮ હેઠળ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. ત્યાર પછી ૨૦૨૫ના ઑગસ્ટમાં લોરેન્સને જેલની બહાર કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેની મુદત ૨૦૨૬ના ઑગસ્ટમાં વધારવામાં આવી હતી.
કસ્ટડી મેળવવી શક્ય નથી, પરંતુ જો બીજાં રાજ્યોની પોલીસ ઇચ્છે તો તે સાબરમતી જેલમાં જઈને લોરેન્સની પૂછપરછ કરી શકે છે. જોકે કસ્ટડી લઈને પૂછપરછ કરવામાં અને બીજા રાજ્યની જેલમાં જઈને પૂછપરછ કરવામાં ઘણો ફરક છે અને જેલમાં પૂછપરછ કરાય તો જોઈએ એ રીતે પૂછપરછ કરી શકાય નહીં. જો કસ્ટડી મેળવવી હોય તો એ માટે ગૃહખાતાએ પોતાનો આદેશ રદ કરવો પડે જે એક લાંબી કાયદાકીય પ્રક્રિયા છે.
ટાઇગર શ્રોફ પર હુમલાની જવાબદારી લેનારા બિશ્નોઈ ગેન્ગના અમેરિકામાં રહેતા હોવાનું મનાતા સાથી અનિલ પંડિતે સોમવારે બહાર પાડેલી ઑડિયો-ક્લિપમાં તેણે તેમની પાસે ૭૦,૦૦૦ શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો. આ વાત અતિશયોક્તિ લાગતી હોવા છતાં તેની ગેન્ગમાં રહેલા લોકોની સંખ્યા સારીએવી હોવાનું શક્ય છે, કારણ કે મુંબઈની જેલોમાં બિશ્નોઈ ગેન્ગના ૫૬ સભ્યો કેદ હોવા છતાં શહેરમાં તેમની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે છે. આ મોટા ભાગના બધા જ સભ્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (MCOCA)ની કડક કલમો લાદી છે. હજી સુધી એક પણ સભ્યને જામીન પણ મળ્યા નથી. છતાં બિશ્નોઈ ગેન્ગ આટલી સક્રિય છે એનાથી લોરેન્સ બિશ્નોઈના નેટવર્કનો અંદાજ લગાવી શકાય છે.
NCPના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા. સલમાન ખાનના બાંદરા-વેસ્ટના ગેલેક્સી અપાર્ટમેન્ટના ઘરની બહાર ફાયરિગ અને વારંવાર જીવથી મારવાની ધમકીઓ. ડિરેક્ટર-પ્રોડ્યુસર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિગ. ઍક્ટર રણવીર સિહને ખંડણી માટે ધમકી. ઍક્ટર ટાઇગર શ્રોફની કાર પર ફાયરિગ.
ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈના મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોન્ગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ગુજરાતથી લોરેન્સ બિશ્નોઈને લાવી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. ચેલેન્જ કરતાં તેમણે કહ્યું હતું કે ફક્ત પોકળ દાવાઓ બહુ થઈ ગયા, જો તમારામાં દમ હોય તો બિશ્નોઈને મુંબઈ પોલીસની પૂછપરછ માટે ગુજરાતથી મુંબઈ લાવી બતાવો. ટાઇગર શ્રોફ પરના હુમલા બાદ મુંબઈ કોન્ગ્રેસનાં અધ્યક્ષ વર્ષા ગાયકવાડ મુંબઈના
પોલીસ-કમિશનર દેવેન ભારતીને મળ્યાં હતાં અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચિતા વ્યક્ત કરી હતી અને જંગલરાજ ચાલતું હોવાનું કહ્યું હતું. શિવસેના (UBT)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના ગૃહખાતાને રાજકીય વિરોધકોને જેલમાં નાખવાના કામમાં લે છે, જ્યારે ગુનાઓ આચરતી ગેન્ગ ખુલ્લેઆમ બધું કરે છે.
આ અગાઉ દાઉદ ઇબ્રાહિમ જેવા આતંકવાદીઓ બોલીવુડને ખાસ કરીને તો ખંડણી માટે અને પછીથી તેમની ફિલ્મોમાં કાળો પૈસો લગાડીને એમાંથી કમાણી કરવા માટે ધમકીઓ આપતા તથા પ્રોડ્યુસર ગુલશનકુમાર જેવા પોતાની વાત ન માનનારાઓની હત્યાઓ પણ કરાવતા. દાયકાઓ સુધી અન્ડરવર્લ્ડે બોલીવુડને પોતાના ઓછાયા હેઠળ રાખ્યું હતું.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
