તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Friday, 17th April 2026
પત્નીને મોઢું કેમ બતાવું? હું ઘરે સામનો કેવી રીતે કરીશ?
ગેસ સિલેન્ડર ન મળતા શખસે પોતાને કરી દીધો લોહીલુહાણ : બાલચંદ નેમાને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીના વારંવાર ચક્કર લગાવી રહ્યા હતાઃ જોકે, સતત પ્રયાસો છતાં, તેમને ગેસ સિલિન્ડર ન મળતાં તેઓ ગુસ્સે ભરાયા

સંભાજીનગર,તા.૧૭: સરકાર ગેસ સિલિન્ડરની કોઈ અછત નથી એવી જોરશોરથી જાહેરાત કરી રહી છે. જોકે, છત્રપતિ સંભાજીનગરમાં એક આઘાતજનક ઘટના બની છે, જ્યાં એક વ્યક્તિએ વારંવાર લાઇનોમાં ઉભા રહેવા છતાં ગેસ સિલિન્ડર ન મળતાં પોતાનું માથું ફોડી નાખ્યું. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એક દુઃખદ વાસ્તવિકતા જોવા મળી રહી છે, જ્યાં વારંવાર પ્રયાસો છતાં લોકો ગેસ સિલિન્ડર મેળવી શકતા નથી.
ઈરાન સાથેના સંઘર્ષે દુનિયામે ગેસ પુરવઠા પર અસર કરી છે. પરિણામે, ગેસ સિલિન્ડરની અછતને કારણે, લોકોને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. છત્રપતિ સંભાજીનગર શહેરની સીમમાં વાલુજ વિસ્તારમાં સ્થિત રંજનગાંવ શેપુમાં, ગેસ સિલિન્ડર ન મળતાં એક વ્યક્તિની નિરાશાની ચરમસીમાએ પહોંચી ગઈ. આ આઘાતજનક ઘટના, જેમાં એક વ્યક્તિએ ‘કમલ ગેસ એજન્સી‘ની સામે જ પોતાનું માથું ફોડી જખમી થયો હતો. ઘટના બપોરે ૧ વાગ્યાની આસપાસ બની હોવા અહેવાલ છે. ઘાયલ વ્યક્તિની ઓળખ રંજનગાંવના રહેવાસી ૫૦ વર્ષના બાલચંદ નેમાને તરીકે થઈ છે.
બાલચંદ નેમાને છેલ્લા કેટલાક દિવસોથી ઘરેલુ ગેસ સિલિન્ડર મેળવવા માટે એજન્સીના વારંવાર ચક્કર લગાવી રહ્યા હતા. જોકે, સતત પ્રયાસો છતાં, તેમને ગેસ સિલિન્ડર ન મળતાં તેઓ ગુસ્સે ભરાયા હતા. ઙ્કહું મારી પત્નીનો સામનો ઘરે કેવી રીતે કરીશ?ઙ્ઘ એવું બૂમ પાડતા તેમણે વારંવાર પોતાના મોઢા પર થપ્પડ મારવાનું શરૂ કર્યું, દરમિયાન તેઓ લોહીથી લથપથ હાલતમાં જોવા મળ્યા હતા. આ ઘટના બાદ, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને ઘાયલ વ્યક્તિને તબીબી સારવાર માટે ઘાટી હોસ્પિટલમાં દાખલ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ભારે હોબાળો મચાવ્યો છે અને ગેસની અછતનો મુદ્દો ફરી એકવાર જાહેર ચર્ચામાં લાવ્યો છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
