News of Thursday, 20th August 2026
શોર્ટ્સ કેમ પહેર્યા? પુણે સિંહગઢ કિલ્લામાં પર્યટકો સાથે મારપીટ
કિલ્લામાં શોર્ટ્સ અને સ્લીવલેસ ટોપ પહેરવાને લઈને વિવાદઃ હુમલાની તપાસ પોલીસે શરૂ કરી

પુણે તા.૨૦: પ્રવાસીઓને તેમના કપડાં વિશે પૂછપરછ કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો હતો. પુણેના સિહગઢ કિલ્લામાં પ્રવાસીઓ સાથે થયેલા ગેરવર્તણૂક અને હુમલાની તપાસ પોલીસે શરૂ કરી છે. પુણે શહેર નજીક સિહગઢ કિલ્લામાં શોર્ટ્સ અને સ્લીવલેસ ટોપ પહેરવાને લઈને વિવાદ ફાટી નીકળ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસે આ ઘટનામાં સામેલ આઠ લોકો સામે કેસ નોંધ્યો છે. તેમના પર એક મહિલા સહિત ચાર પ્રવાસીઓ પર હુમલો કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, પુણેમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા ૩૯ વર્ષીય પુરુષ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ પૂછ્યું, તમે શોર્ટ્સ કેમ પહેર્યા છો?
એવું કહેવાય છે કે જૂથમાં ત્રણ પુરુષોએ ફરિયાદીને થપ્પડ મારી હતી, જ્યારે એક મહિલાએ તેની પત્નીને ખેંચી હતી. ફરિયાદમાં આરોપ છે કે તેઓએ બૂમો પાડી હતી, ૅશું તમે હિન્દુ સંસ્કૃતિને સમજતા નથી?ૅ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે છત્રપતિ શિવાજી મહારાજના વિશ્વાસુ સહાયક અને લશ્કરી કમાન્ડર તાનાજી માલુસરેની સમાધિ પાસે બની હતી
પોલીસના જણાવ્યા અનુસાર, સંગઠનના સભ્યોએ કિલ્લામાં શોર્ટ્સ પહેરેલી એક છોકરી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે ફરિયાદી સાથે દલીલ થઈ હતી. વિવાદ વધ્યો અને તે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. હવેલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેશ રામઘરેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, એક જમણેરી સંગઠનના સભ્યોના એક જૂથે કિલ્લામાં શોર્ટ્સ પહેરેલી એક છોકરી સામે વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે તેમની અને ફરિયાદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. દલીલ વધુ વધી ગઈ અને ફરિયાદી પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે જૂથે બીજા એક દંપતી સાથે પણ દુર્વ્યવહાર કર્યો હતો અને નૈતિક પોલીસિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
નિરીક્ષક રાજેશ રામઘરેએ જણાવ્યું હતું કે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યા પછી, સંગઠનના આઠ સભ્યો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા, ખતરનાક હથિયારો અથવા માધ્યમોનો ઉપયોગ કરીને ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવા, ગેરકાયદેસર રીતે ભેગા થવા, રમખાણો કરવા અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે કેસમાં નામ આપવામાં આવેલા આઠ લોકોની ઓળખ સંકેત સંજય પાટિલ, આશિષ દિલીપ અપાર, રેવન નારાયણ કોક્ટે, સાયલી સુજીત ચવ્હાણ, કેતકી સૂરજ જાધવ, અમર રામચંદ્ર શિર્કે, કુણાલ કિસન નલાવડે અને આર્ય પ્રવીણ કવાડે તરીકે કરી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
