તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
પતિએ ના પાડી છતાં ગરબા રમવા ગઈ પત્નીઃ નારાજ પતિએ પેટમાં ચાકૂના ઘા મારી દીધા
પીડિતાની ફરિયાદના આધારે પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં બીએનએસની ધારા ૧૦૯(૧) અને ૩૫૨ અંતર્ગત કેસ

મુંબઈ તા.૨૨: મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં જોઈએ તો, પવઈ વિસ્તારમાં ગરબા રમવા જવાથી નારાજ પતિએ પોતાની પત્ની પર ચાકૂથી હુમલો કરી દીધો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મહાત્મા ફુલે નગર, આઈઆઈટી પવઈ વિસ્તરમાં કેડી હોસ્પિટલની સામે આવેલા સમતા મિત્ર મંડળ પાસે થઈ છે. પીડિતાની ઓળખ વૈશાલી મહેશ રજત (૩૦) તરીકે થઈ છે. જે ગરબા રમવા ગઈ હતી. આ વાતથી નારાજ થઈને તેના પતિ મહેશ સુભાષ રજતે તેના પેટમાં ચાકૂ મારી દીધું અને તેની હત્યા કરવાની કોશિશ કરી હતી.
પીડિતાની ફરિયાદના આધારે પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં બીએનએસની ધારા ૧૦૯(૧) અને ૩૫૨ અંતર્ગત કેસ નોંધી લીધો છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. વળી મામલામાં આગળની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે.
આ કપલ પોતાના બે સંતાનો સાથે આ વિસ્તારમાં રહે છે. આ બાળકોમાંથી એકની ઉંમર નવ અને બીજાની પાંચ વર્ષ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહેશ ગોરેગાંવની એક કેન્ટિનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો અને તેને દારૂ પીવાની આદત છે.
શનિવારે વૈશાલી પાડોશમાં થઈ રહેલા એક ગરબામાં જવાની તૈયારી કરી રહી હતી. ત્યારે તેના પતિએ તેનો વિરોધ કર્યો અને તેને બહાર નહીં જવાની ચેતવણી આપી હતી. પતિના રોકવા છતાં વૈશાલી એ કાર્યક્રમમાં ગઈ. કહેવાય છે તે સાંજે મહેશ દારૂ પીને આવ્યો હતો અને આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થઈ ગયો, જેમાં મહેશે વૈશાલીને પેટમાં ચાકૂ મારી દીધું.
ચાકૂબાજીની આવી જ બીજી એક ઘટના દિલ્હીમાંથી સામે આવી છે. જ્યાં મૌર્ય એન્ક્લેવ પોલીસે હત્યાના કેસમાં ચાર સગીરોની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે ઘટનામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
