News of Tuesday, 12th May 2026
ફરી લોકડાઉન થશે ? નવા વાયરસનો ખતરો: જાપાન અને થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ કોરોનાનું નવું જૂથ શોધ્યું
ટોક્યો યુનિવર્સિટીના સંશોધનમાં 'ક્લેડ બી' નામના નવા વાયરસ જૂથની ઓળખ: થાઈલેન્ડના ચામાચીડિયામાં મળ્યો સાર્સ-કોવ-2 ને મળતો વાયરસ: આ નવો વાયરસ સીધો જ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા

નવી દિલ્હી :દુનિયાના કેટલાક ભાગોમાં અત્યારે હંતા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે સંશોધકોએ કોરોના વાયરસના એક નવા જૂથની ઓળખ કરી છે. જાપાનની ટોક્યો યુનિવર્સિટી અને થાઈલેન્ડની ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત સંશોધનમાં આ ઘટસ્ફોટ કર્યો છે. આ નવો વાયરસ સીધો મનુષ્યોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે અને તે ચામાચીડિયામાં જોવા મળતા સાર્સ-કોવ-2 વાયરસના જૂથનો જ એક હિસ્સો છે.
વૈજ્ઞાનિકોની આ આંતરરાષ્ટ્રીય ટીમે થાઈલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં ઘોડાના નાળ જેવા આકારના ચામાચીડિયાના નમૂનાઓમાંથી આ નવા જૂથની શોધ કરી છે. સંશોધકોએ આ નવા જૂથને 'ક્લેડ બી' નામ આપ્યું છે. આ અભ્યાસ 6 મે, 2026 ના રોજ જર્નલ સેલમાં પ્રકાશિત થયો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વાયરસ મનુષ્યોમાં સંક્રમણ ફેલાવવા માટે સક્ષમ તમામ ગુણો ધરાવે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ નવો ક્લેડ બી વાયરસ એ જ માનવ રીસેપ્ટરનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ કોરોના મહામારી ફેલાવનાર સાર્સ-કોવ-2 વાયરસ કરે છે. આ રીસેપ્ટરને 'એન્જિયોટેન્સિન-કન્વર્ટિંગ એન્ઝાઇમ 2' કહેવામાં આવે છે. બીજી તરફ, અત્યારે ચર્ચામાં રહેલો હંતા વાયરસ મુખ્યત્વે ઉંદરોના મળ-મૂત્ર અને લાળ દ્વારા ફેલાય છે, જે શ્વાસ દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે અને જીવલેણ સાબિત થાય છે
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
