<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

વર્ષ ર૦ર૭ માં ઘણા વૈશ્વિક સમીકરણો બદલાયેલા જોવા મળશે?

ટ્રમ્‍પ મિડટર્મ ઇલેકશનમાં કદ પ્રમાણે વેતરાઇ શકે છેઃ ઇઝરાયેલ-યુકેનમાં નેતૃત્‍વ પરીવર્તન આવી શકે છેઃ ટ્રમ્‍પ ટેરિફ અને હોર્મૂઝની અડચણોથી છૂટકારો મળી શકે છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧ર :.. તાજેતરમાં અમેરિકી  રાષ્‍ટ્રપતિએ દાવો કર્યો હતો કે મે વિશ્વના આઠ યુધ્‍ધોને થતાં રોકયા છે. જેથી શાંતિ પુરસ્‍કાર મને જ મળવો જોઇએ. ટ્રમ્‍પની આ મહેચ્‍છા પુરી ન થવાનું કારણ ખુદ તેઓ ઇરાન સાથે યુધ્‍ધ રોકી શકયા નથી.

જો કે હવે ટ્રમ્‍પને રશિયા સાથે ડીઝલ સપ્‍લાય અંગે ડીલ કરવી પડી. જે એક મોટું પરિવર્તન ગણાશે. જો કે જે મધ્‍યાવર્તી ચૂંટણી માટે ટ્રમ્‍પે રૂસ સાથે ડીલ કરી છે. એજ ડીલના કારણે ટ્રમ્‍પ ને મિડ ટર્મ ઇલેકશનમાં તેના ખાસ કટ્ટર મતદારોનો વિશ્‍વસ ગુમાવવો પડી શકે છે. પરિણામે ત્રીજી નવેમ્‍બરની ચૂંટણીમાં ટ્રમ્‍પને આડેધર નિર્ણયો જાહેર કરવામાં અંકૂશ આવી શકે છે.

ટ્રમ્‍પ કદ પ્રમાણે વેતરાઇ જવાની પુરી સંભાવનો રહે છે અને એ કારણે ટેરિફ અને હોર્મૂઝ નાકાબંધીથી ત્રસ્‍ત વિશ્વના દેશોને ર૦ર૭ માં રાહતની સંભાવના સ્‍પષ્‍ટ જોવા મળી રહી છે.

(11:38 AM IST)