<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

મહિલાએ પતિ અને પ્રેમી માટે ડયુટી-ચાર્ટ બનાવ્‍યાઃ પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે

બે સંતાનોની માને બોયફ્રેન્‍ડ સાથે રહેવા દેવાની ખુદ તેના પતિએ છૂટ આપી

સીતાપુર,તા.૨૧: મહિલાએ પતિ અને પ્રેમી માટે ડ્‍યુટી-ચાર્ટ બનાવ્‍યા, પ્રેમી દિવસે સાથે રહેશે અને પતિ રાતે છેલ્‍લા થોડા સમયથી પત્‍નીઓ પોતાના પ્રેમીઓ માટે થઈને પતિને મોતને ઘાટ ઉતારતી હોય એવા ઘણા કિસ્‍સા બન્‍યા છે. એને કારણે પતિઓ હવે પત્‍નીના પ્રેમીઓને પણ સ્‍વીકારવા લાગ્‍યા છે. આવો જ એક કેસ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં બન્‍યો છે. અહીં બે સંતાનોની માને બોયફ્રેન્‍ડ સાથે રહેવા દેવાની ખુદ તેના પતિએ છૂટ આપી દીધી હતી. જોકે પત્‍ની પોતાનાં બાળકોને કારણે પતિને છોડી દેવા તૈયાર નહોતી. તેણે પ્રેમી અને પતિ બન્ને સાથે એક જ ઘરમાં રહેવાની જીદ પકડી હતી. નવાઈની વાત એ હતી કે પતિએ એમાં પણ કોઈ વાંધો ઉઠાવ્‍યો નહીં, પરંતુ સાસરિયાંઓએ વિરોધ કરતાં મામલો પોલીસ-સ્‍ટેશને પહોંચ્‍યો હતો. પોલીસે જ્‍યારે પેલી મહિલાને સમજાવવાની કોશિશ કરી તો તેણે પોલીસને પણ કહી દીધું કે તે પતિ અને પ્રેમી બન્નેને મેનેજ કરી લેશે, તેણે બન્ને માટે ડ્‍યુટી-ચાર્ટ પણ અલગ-અલગ બનાવી દીધા છે. દિવસ દરમ્‍યાન પ્રેમી તેની સાથે રહેશે અને રાતે પતિ રહેશે અને બન્ને વચ્‍ચે કઈ-કઈ જવાબદારીઓ વહેંચાઈ જશે એની યાદી પણ તેણે પોલીસને સોંપી હતી. હવે જ્‍યારે પત્‍ની અને તેના પતિ અને પ્રેમીને એમાં કોઈ વાંધો નથી તો પોલીસ પણ શું કરી શકે?

(3:09 PM IST)