News of Friday, 8th November 2024
આશિકભાઇ દલવાણીના સુપુત્ર અફઝલની શાદી

રાજકોટ તા.૮: મર્હુમ હાજી આબિદભાઇ તથા મર્હુમા હાજીયાણી શરીફાબેન દલવાણી પરિવારના હાજી આશિકભાઇ તથા હસીનાબેન દલવાણી (હોટલ સ્ટાર પેલેસ- મોટી ટાંકી ચોક)ના સુપુત્ર અફઝલ (ફોરમેન સ્ટુડીઓસ)ની શાદી મોરબી નિવાસી રહીમભાઇ તથા સમીમબેન અબ્રાનીના સુપુત્રી નાઝિયા સાથે તા.૧૦ને રવિવારે સવારે ૧૦ વાગ્યે ઇસ્માઇલી કોમ્યુનિટી હોલ- મોરબી ખાતે યોજાયેલ છે. આ પ્રસંગે દલવાણી પરિવાર(સાજીદ મંઝીલ, ગવલીવાડ શેરી નં.૧-રાજકોટ)ના આંગણે તા.૯ના શનિવારે સવારે ૧૦ વાગ્યે મંડપ, ૧૦/૩૦ વાગ્યે હલ્દી તથા રાત્રે ૯ વાગ્યે સંગીત કાર્યક્રમ ઉપરાંત તા.૧૧ સોમવારના સાંજે ૭/૩૦ વાગ્યે નવદંપતિનો સત્કાર સમારોહ જીમખાના પાર્ટીપ્લોટ (જાગનાથ પ્લોટ) રાજકોટ ખાતે યોજાયેલ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
