News of Tuesday, 10th December 2024
ગુરૂવારે ગોંડલમાં જયસ્વાલ ન્યુઝ એન્ડ એડવર્ટાઈઝીંગ એજન્સીની નવી ઓફીસનો શુભારંભ

રાજકોટ તા. ૧૦ :.. ગોંડલમાં જયસ્વાલ ન્યુઝ એન્ડ એડવર્ટાઇઝીંગ એજન્સીની નવી ઓફીસનો તા. ૧ર-૧ર-ર૪ ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે ડ્રીમલેન્ડ રેસ્ટોરન્ટ સામે, બસ સ્ટેન્ડ રોડ, ગોંડલમાં શુભારંભ થશે.
શ્રી કુળદેવી માતાજીની અસીમ કૃપાથી અને સ્વ. રજનીકાંતભાઇ સુખરામભાઇ જયસ્વાલ, સ્વ. હેમલતાબેન રજનીકાંતભાઇ જયસ્વાલ, સ્વ. ભાસ્કરભાઇ રજનીકાંતભાઇ જયસ્વાલ, સ્વ. ચંદ્રશેખરભાઇ રજનીકાંતભાઇ જયસ્વાલના અંતરીક્ષમાંથી આર્શિવાદ સાથે આ નવા સોપાન નવી ઓફીસનો શુભારંભ થઇ રહ્યો છે.
સૌને ઉપસ્થિત રહેવા ગૌરાંગભાઇ સુશીલભાઇ મહેતા (પત્રકાર - મો. ૯૮૭૯૬ ૪ર૭૦૪), જયમીતભાઇ ભાસ્કરભાઇ જયસ્વાલ (પત્રકાર મો. ૯૬૬૪૭ ૧૪૭૩૭) એ આમંત્રણ પાઠવ્યું છે.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
