News of Friday, 2nd May 2025
પ્રકાશભાઇ કે. કાકડિયા પરિવારના આંગણે વાગે રૂડા ઢોલઃ ચિ.ડો.કૃતિ : ચિ.ડો.ધ્રુવિક
બાબુલ જો તુમને શિખાયા, જો તુમસે પાયા, સજન ઘર લે ચલી, સજન ઘર મેં ચલી...

રાજકોટઃ ક્રિષ્ના લેબોરેટરીવાળા જાણીતા કાકડિયા પરિવારના આંગણે લાડલીના લગ્નોત્સવના રૂડા ઢોલ વાગ્યા છે.
કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી તથા શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી સુરાપુરા દાદાની અસીમ કૃપાથી અ.સોૈ. દિપ્તીબેન તથા શ્રી પ્રકાશભાઇ ખોડાભાઇ કાકડિયાની સુપુત્રી ચિ.ડો.કૃતિ શુભ લગ્ન રાજકોટ નિવાસી અ.સોૈ. ભારતીબેન તથા શ્રી ધર્મેશભાઇ મોહનભાઇ જસાણીના સુપુત્ર ચિ.ડો.ધ્રુવિક સાથે વિક્રમ સંવત ૨૦૮૧ના વૈશાખ સુદ-૮ને સોમવાર તા.પ-પ-૨૦૨૫ના શુભદિને નિર્ધારેલ છે. જાન આગમન સાંજે ૫.૩૦ વાગ્યે, ભોજન સમારંભ ૭.૩૦ વાગ્યે અને હસ્તમેળાપ ૮.૧૫ વાગ્યે રાખેલ છે. શુભલગ્ન સ્થળઃ ‘‘ઇલ્યુઝમ પાર્ટી લોન્સ એન્ડ બેન્કવેટ હોલ'' સર્વોદય સ્કુલ સામે, રાધે રાધે પાર્ટી પ્લોટની બાજુમાં પુનિતનગર વાળો ૮૦ ફુટ રોડ, વાવડી, રાજકોટ. શુભ નિવાસ સ્થાનઃ ‘‘ૐ'', અલ્કા પાર્ક-૪, પેડક રોડ પાસે, રણછોડદાસજી આશ્રમ રોઙ
મો.૯૨૨૭૭ ૭૭૬૫૦, રાજકોટ.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
