<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th May 2025

એડવોકેટ પી.એમ. પટેલ પરિવારનાં આંગણે હરખના તોરણ બંધાયાઃ શુભલગ્નોત્‍સવઃ ચિ.કેયુર ચિ.કિન્‍નરી

રાજકોટ, તા. ૧રઃ રાજકોટના એડવોકેટ પી.એમ. પટેલ તથા અ.સૌ. કોકિલાબેનના સુપુત્ર ચિ. કેયુરના શુભલગ્ન અ.સૌ. હંસાબેન તથા ચંદ્રકાંતભાઇ ટપુભાઇ ડાકાની સુપુત્રી ચિ. કિન્નરી સાથે તા. ૧૪-૦પ-ર૦રપ ને બુધવારે સાંજે શુભ ચોઘડીએ પટેલ સમાજવાડી,  હરબટીયાળી રાજકોટ-મોરબી હાઇવે તા. ટંકારા, જી. મોરબી મુકામે નિરધાર્યા છે.

આ શુભ લગ્ન પ્રસંગ નિમીતે સાંજીના ગીત તા. ૧ર ને સોમવારે સાંજે પઃ૩૦ કલાકે તા. ૧૩ ને મંગળવારે મંડપ મુહુર્ત સવારે ૯:૦૦ કલાકે તથા દાંડીયા રાસ તા. ૧૩ ના રાત્રે ૮:૦૦ કલાકે તમેજ ભોજન સમારોહ તા. ૧૩-૦પ-ર૦રપ મંગળવારે સાંજે ૭:૦૦  કલાકે ડ્રીમ લેન્‍ડ પાર્ટી પ્‍લોટ, આશારામ આશ્રમ સામે, કણકોટ રોડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાયેલ છે.

આ શુભ અવસરના આનંદનો લ્‍હાવો લઇ નવદંપતિને શુભશિષ પાઠવવા સગા-સંબંધી સ્‍નેહીજનોને પટેલ પરિવારે હાર્દિક નિમંત્રણ પાઠવ્‍યું છે

(10:28 AM IST)