<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

જામનગર જીલ્લા પંચાયત કારોબારી અધ્‍યક્ષ ચંદ્રીકાબેન અધેરાના સુપુત્રના શુભલગ્ન : ચિ.હર્ષ : ચિ.દક્ષા લગ્ન ગ્રંથીથી જોડાશે

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃજામનગર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી તેમજ જામનગર જિલ્લા પંચાયત કારોબારી અધ્‍યક્ષ અને પીઠડ જિલ્લા પંચાયત સદસ્‍ય શ્રીમતિ ચંદ્રિકાબેન જેઠાલાલ અઘેરાના આંગણે આગામી દિવસોમાં મંગળ શરણાઈઓ ગુંજશે. શ્રીમતિ ચંદ્રિકાબેન અને શ્રી જેઠાલાલ રણછોડભાઈ અઘેરાના સુપુત્ર ચિ. હર્ષના શુભ લગ્ન સોયલ નિવાસી શ્રીમતિ ચંદ્રિકાબેન તથા શ્રી અમળતલાલ નારણભાઈ ભીમાણીની સુપુત્રી ચિ. દક્ષા સાથે નિર્ધારિત થયા છે.

અઘેરા પરિવાર દ્વારા આ માંગલિક પ્રસંગના તમામ આયોજનો ધ્રોલ સ્‍થિત હોલી-ડે ગાર્ડન રીસોર્ટ ખાતે રાખવામાં આવ્‍યા છે. આગામી ફાગણ સુદ-૪ ને શનિવાર, તારીખ ૨૧-૦૨-૨૦૨૬ ના રોજ સવારે ૮:૪૫ કલાકે મંડપ મુહૂર્ત યોજાશે, ત્‍યારબાદ સાંજે ૭:૦૦ કલાકે ભવ્‍ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પાવનકારી પ્રસંગના તમામ કાર્યક્રમો અને પરિણય વિધિ હોલી-ડે ગાર્ડન રીસોર્ટ, ભુચરમોરી મેદાન પાસે, ધ્રોલ (જિ. જામનગર) ખાતે સંપન્ન થશે.

આ શુભ અવસરે શ્રી જેઠાલાલ રણછોડભાઈ અઘેરા, શ્રી રમેશભાઈ રણછોડભાઈ અઘેરા તથા શ્રી જમનભાઈ રણછોડભાઈ અઘેરા સહિતના પરિવારજનો દ્વારા તમામ સ્‍નેહીજનો, મિત્ર વર્તુળ અને શુભેચ્‍છકોને ઉપસ્‍થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. જિલ્લા પંચાયતના કારોબારી અધ્‍યક્ષના પરિવારમાં આ સામાજિક પ્રસંગ હોવાથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મોટી સંખ્‍યામાં ઉમટી પડશે, જેને લઈને હાલ પીઠડ અને જોડિયા પંથકમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

(11:36 AM IST)