News of Tuesday, 10th March 2026
સુત્રાપાડાના ‘અકિલા'ના પત્રકાર રામસીંગભાઇ મોરીના સુપુત્રના શુભલગ્ન
ચિ.સૌરવ :ચિ.પ્રભુતિ લગ્નગ્રંથીની જોડાશે

રાજકોટ : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના અકિલાના પત્રકાર અને ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ, સૌરવ ન્યુઝ બ્યુરો એજન્સી ગીર સોમનાથના શ્રી રામસીંગભાઇ સામતભાઇ મોરી અને અ.સૌ. રસીલાબેન મોરીના સુપુત્ર ચિ. સૌરવના શુભલગ્ન વિઠ્ઠલપુર નિવાસી અ. સૌ. શાંતીબેન અને શ્રી કાનજીભાઇ પરમારના સુપુત્રી ચિ. પ્રભુતિ સાથે તા. ૧ર ને ગુરૂવારે નિરધારેલ છે.
જે અંતર્ગત તા. ૧૦ ને મંગળવારે રાત્રીના ૮ વાગ્યે સાંજીના ગીત, કાલે તા. ૧૧ ને બુધવારે સવારે મંડપરોપણ, બપોરે ૧૧ વાગ્યે ભોજન સમારંભ, રાત્રે ૯ વાગ્યે દાંડીયા રાસ, તા. ૧ર ને ગુરૂવારે સવારે જાન પ્રસ્થાન, અને શુભ ચોઘડિયે હસ્ત મેળાપની વિધિ થશે.
આમંત્રીતોને સામતભાઇ નરસીંગભાઇ મોરી, દાનાભાઇ વાસાભાઇ મોરી, થોભણભાઇ સામતભાઇ મોરી, રામસીંગભાઇ સામતભાઇ મોરી, લખમણભાઇ પોલાભાઇ મોરી, અરજનભાઇ દાનાભાઇ મોરી, જેસીંગભાઇ દાનાભાઇ મોરી, કરશનભાઇ દાનાભાઇ મોરી, કાનજીભાઇ દાનાભાઇ મોરી, પ્રદિપભાઇ લખમણભાઇ મોરી, સંજયભાઇ લખમણભાઇ મોરી, અશોકભાઇ અરજનભાઇ મોરી, ગજેન્દ્રભાઇ માનસિંહભાઇ મોરી, મયુરભાઇ માનસિંહભાઇ મોરી, જયદિપભાઇ થોભણભાઇ મોરી, રવિભાઇ જેસીંગભાઇ મોરી, ડો. અજીતભાઇ કરશનભાઇ મોરી, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ મોરી, સહિત પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
