<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

કચરામાંથી મળેલો સુતળી બોમ્‍બ ફોડતાં ૧૦ વર્ષનો યુવરાજ ગંભીર રીતે દાઝ્‍યો

મોરબીના બેલાનો બનાવઃ બાળક રાજકોટ સારવાર હેઠળ દિવાળી તહેવારમાં ફટાકડાથી દાઝેલા ૧૧૦ લોકોને સિવિલમાં સારવાર અપાઇઃ પાંચને દાખલ કરવા પડયા

રાજકોટ તા. ૧૩: મોરબીના બેલા ગામે બાલાજી કારખાના પાસે રહેતાં અને ત્‍યાં કામ કરતાં મુળ એમપીના ગુલસિંગ દેવરાનો દિકરો યુવરાજ (ઉ.વ.૧૦) ગુરૂવારે સાંજે ચારેક વાગ્‍યે ઘર પાસે રમતો હતો ત્‍યારે કચરામાંથી એક સુતળી બોમ્‍બ મળતાં તે દિવાસળી પ્રગટાવીને ફોડતાં ધડાકો થતાં મોઢા, શરીરે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવરાજ ત્રણ બહેન અને બે ભાઇમાં ત્રીજો છે.

રાજકોટ સિવિલ હોસ્‍પિટલ ખાતે બર્ન્‍સ વોર્ડમાં દિવાળીના તહેવાર નિમીતે ફટાકડા ફોડતી વખતે દાઝી જનારા લોકો માટે સારવારની ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી હતી. દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડતાં દાઝેલા ૧૧૦ લોકોને સારવાર અપાઇ હતી અને પાંચને દાખલ કરવા પડયા હતાં. તબિબી અધિક્ષક ડો. કમલસિંહ ડોડીયા, આરએમઓ ડો. હર્ષદ દુસરાની રાહબરીમાં બર્ન્‍સ વિભાગમાં તબિબો, નર્સિંગ સ્‍ટાફ સહિતના કર્મચારીઓએ સતત તૈનાત રહી ફટાકડાથી દાઝીને આવનારા લોકોને તુરંત સારવાર આપી હતી

(4:11 PM IST)