<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

૧૩ ‘ટલ્લી' અને છ ‘છરીબાજ' પકડાયાઃ દેશીદારૂના ૯ અને અંગ્રેજી દારૂના બે સ્‍થળે દરોડા

અડધો ડઝનથી વધુ પોલીસ મથકો અને પીસીબીની કાર્યવાહીઃ સન્‍ડે બાદ મન્‍ડેના પણ ડ્રાઇવ યથાવત

રાજકોટ, તા.૬: શહેર પોલીસની સન્‍ડે બાદ મન્‍ડેના પણ ડ્રાઇવ યથાવત રહી છે. પોલીસે અલગ-અલગ વિસ્‍તારોમાં દારૂ પી વાહન લઇને નિકળેલા ૧૨ શખ્‍સોને છરી સાથે છ શખ્‍સોને અને દારૂ પી લટાર મારવા નિકળેલા એકને ઝડપી લીધો હતો. આ ઉપરાંત અંગ્રેજી દારૂ બે સ્‍થળે અને દેશી દારૂની ૯ સ્‍થળે દરોડા પાડી કાર્યવાહી કરી હતી.

દારૂ પી વાહન લઇને નિકળેલા ૧૨ પકડાયા

(૧) બી-ડીવીઝન પોલીસે મોરબી રોડ પર જુના જકાતનાકા પાસેથી પંકજ ગોગનભાઇ કોઠીયાને (૨) બેડી ચોકડી પાસેથી હનીફ આમદભાઇ મુરીને (૩) કુવાડવા રોડ પોલીસે નવાગામ દેવનગરના ઢોરા પાસેથી કાળુ કુરજીભાઇ ઉતેળીયાને (૪) ભકિતનગર પોલીસે સોરઠીયા વાડી સર્કલ પાસેથી વિશાલ જયસુખભાઇ ઉગરેજીયાને(૫) આનંદનગર મેઇન રોડ પરથી કૃણાલ રાજેશભાઇ ક્કકડને (૬) આજી ડેમ પોલીસે ગોંડલ ચોકડી પાસેથી રવી ભાભલુભાઇ લાલુને, (૭)પ્ર.નગર પોલીસે  રેલનગર મેઇન રોડ પર આસ્‍થા ચોક પાસેથી સંજય માયાભાઇ ચાવડાને (૮) સંતોષીનગર મેઇન રોડ પરથી સુરેશ બાબુભાઇ પરેશાને (૯) તાલુકા પોલીસ ગ્‍વાલીયા ચોક પાસેથી અકોક લલુભાઇ વાગડીયાને (૧૦) વાવડી મેઇન રોડ પરથી જીજ્ઞેશ હરેશભાઇ રાઠોડને ગ્‍વાલીયા ચોક પાસેથી દેવેન્‍દ્રસિંહ દોલતસિંહ રાઠોડને (૧ર) થોરાળા પોલીસે ભાવનગર રોડ પરથી સંતોષ વિરચંદભાઇ સોલંકીને દારૂ પી કાર ચલાવી નિકળતા ઝડપી લીધા હતા.

છરી સાથે છ ઝડપાયા

તાલુકા પોલીેસે વાવડી ગામના (૧) ગેઇટ પાસેથી રાહુલ વીરમભાઇ મુંધવાને, (ર) કાલાવડ રોડ નજીક ગ્‍વાલીયા ચોક પાસેથી પ્રકાશ રમેશભાઇ ચાવડાને (૩) એજી ચોક પાસેથી પાર્થ પંકજભાઇ ભોજાણીને (૪) આજી ડેમ પોલસે આજીડેમ ચોકડી પાસેથી વિરૂ ઉર્ફે વિજય મનસુખભાઇ સોલંકીને (પ) ગોંડલ ચોકડી પાસેથી અફાન જાહીદભાઇ પરમારને યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર મહિલા આઇ.ટી.આઇ. પાસેથી દેવરાજ દેકેલજીભાઇ કગરીયાને છરી સાથે ઝડપી લીધા હતા.

પીધેલો પણ ઝપટે ચડયો

ભકિતનગર પોલીસે શેઠ હાઇસ્‍કુલ પાસેથી ચંદ્રકાંત નવીનભાઇ ભવાનીને પકડી લીધો હતો.

અંગ્રેજી દારૂના બે સ્‍થળે દરોડા

તાલુકા પોલીસના હેડ કોન્‍સ. એ.આર. નાથાણી, કોન્‍સ કુલદીપસિંહ જાડેજા સહિતે વાવડીમાં વિશ્વકર્મા સોસાયટી મેઇન રોડ પરથી ફૈશલ સલીમભાઇ સપા (ઉ. ર૪ રહે. રસુલપરા, કોઠારીયા સોલવન્‍ટ) ને રૂા. ૧૪૦૦ ની દારૂની ૧૦ બોટલ સાથે અને પીએસઆઇ બી.આર. ભરવાડ, કોન્‍સ. મુકેશભાઇ ડાંગરે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ નજીક શ્રીરામ ટાઉનશીપમાં રહેતા મોહિત પ્રવીણભાઇ ધંધુકીયા (ઉ. ર૯) ના ફલેટમાંથી પ૪૦૦ ની દારૂની ૯ બોટલ કબ્‍જે કરી તેની શોધખોળ શરૂ કરી છે.

દેશી દારૂના ૯ સ્‍થળે દરોડા

એ ડીવીઝન પોલીસે ભવાનીનગરમાંથી વિજય રામજી ચાવડાને ર લીટર દેશી દારૂ સાથે, લોહાનગરમાંથી  અનુબેન ધીરૂ મેરને પાંચ લીટર દારૂ સાથે જુની કોર્ટ ચોક પાસેથી, જોહન એલેકસભાઇ માર્ટીનને બે લીટર દારૂ સાથે, બી ડીવીઝન પોલીસે ભાવનગર રોડ પરથી સુભાષ પ્રવિણભાઇ ગોહેલને ત્રણ લીટર દારૂ સાથે, કુવાડવા રોડ પોલીસે નવાગામમાંથી મધુબેન સવજી રાઠોડને ૩ લીટર સાથે, ભકિતનગર પોલીસે ૮૦ ફુટ રોડ પરથી તુલશી રાજૂભાઇ સોલંકીને પાંચ લીટર સાથે, થોરાળા પોલીસે આજી વસાહતમાંથી ચંદ્રીકાબેન અશ્વિન મકવાણાને પાંચ લીટર સાથે

પ્ર.નગર પોલીસે રેલનગરમાં આસ્‍થા ચોક પાસેથી મોહિત કિશોરભાઇ ભીંડોરાને બે લીટર સાથે ઝડપી લીધા હતાં.

જયારે પીસીબીએ નવાગામમાં કેશુબાપા બગીચા પાછળ દેશી દારૂની ભઠ્ઠી પકડી હરેશ ધનજી રાઠોડને પકડી ૪પ લીટર દારૂ સહિત રૂા. ૧પ, ૬રપ ના મુદામાલ  કબ્‍જે કર્યો હતો. 

(3:18 PM IST)