<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

શિવાજીનગરમાં ૧૬ વર્ષના રોહિત મકવાણાને આકાશ સહિત ૮ જણાએ ઘેરી લઇ બેફામ ઘુસ્‍તાવ્‍યોઃ માથુ પકડી રેંકડીમાં અથડાવ્‍યું

બે દિવસ પહેલા રોહિત મિત્ર વિેવેકની માથાકુટમાં વચ્‍ચે પડયો ત્‍યારે આકાશ સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી આકાશ સહિતના તૂટી પડયાઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ શહેરના ભાવનગર રોડ શીવાજીનગર-૧૨/૭ના ખુણે રહેતાં રોહિત રાજેશભાઇ મકવાણા (ઉ.વ.૧૬) નામના સગીરને રાતે એકાદ વાગ્‍યે શિવાજીનગર દાળમીલ ચોકમાં હતો ત્‍યારે આકાશ કોળી, રોહિત વસકાણી, રાજલો કોળી, ભાવેશ વસકાણી, ધમો ઉર્ફે કાળીયો સરવૈયા, લાલો વાઘેલા, સુજલ મકવાણા અને વિવેક ચુડાસમાએ ટોળકી રચી હુમલો કરી ગાળો દઇ ઢીકાપાટુનો આડેધડ માર મારી તેમજ માથુ પકડી રેંકડીમાં અથડાવતાં તે લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ કરાયો હતો.

આ બનાવમાં થોરાળા પોલીસે ઇજાગ્રસ્‍ત રોહિતના પિતા રાજેશભાઇ લઘરાભાઇ મકવાણા (ઉ.વ.૪૧ની ફરિયાદ પરથી આકાશ સહિતના આઠ શખ્‍સો સામે ટોળકી રચી હુલ્લડ મચાવી હુમલો કરવાનો ગુનો નોંધ્‍યો છે. બે દિવસ પહેલા રોહિતના મિત્ર વિવેક સાથે આકાશ કોળીને બોલાચાલી થઇ હતી. આ વખતે રોહિત વચ્‍ચે પડયો હતો તેના કારણે રોહિત અને આકાશ વચ્‍ચે બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી શનીવારે મોડી રાતે રોહિતને આંતરી લઇ હુમલો કરાયો હતો. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. એન. એસ. ડામોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:12 PM IST)