<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ઇન્‍સ્‍ટાગ્રામથી થયેલા પ્રેમમાં દગો મળતાં ૧૮ વર્ષની યુવતિએ ફિનાઇલ પી લીધું

કહેવાતા પ્રેમીએ પોતાની સાથે થોડા મહિના રાખી લગ્નની લાલચ આપી શોષણ કરી તરછોડી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૨: સોશિયલ મિડીયા મારફત ફ્રેન્‍ડશીપ અને પ્રેમ થયા બાદ પ્રેમીપંખીડાઓ ઘણીવાર ન ભરવાના પગલા ભરતાં હોય છે. શહેરમાં રહેતી ૧૮ વર્ષની એક યુવતિને આઠ મહિના પહેલા ઇન્‍સ્‍ટાગ્રામ મારફત કુવાડવા રોડ પર રહેતાં યુવાન સાથે પરીચય થયા બાદ આ પરીચય પ્રેમમાં પરીણમ્‍યો હતો. યુવાને લગ્નની લાલચ આપી આ યુવતિને પોતાની સાથે લગ્ન વગર રાખી હતી. જો કે હવે તેણે યુવતિને તરછોડી દેતાં તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

આહિર ચોક વિસ્‍તારમાં રહેતી ૧૮ વર્ષની યુવતિ વહેલી સવારે ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી. યુવતિએ પોતાની વિતક વર્ણવતા કહ્યું હતું કે હું એક ભાઇથી નાની છું, મારા પિતા હયાત નથી. આઠેક મહિના પહેલા ઇન્‍સ્‍ટાગ્રામથી મારે યુવાન સાથે સંપર્ક થયો હતો. એ પછી અમારી વચ્‍ચે પ્રેમ થતાં તેણે મને લગ્નની લાલચ આપી હતી. બે મહિના સુધી કુવાડવા રોડ પરના તેના મકાનમાં સાથે રાખી હતી. હાલમાં આહિર ચોક નજીક મકાન ભાડે રાખીને અમે રહેતાં હતાં. પણ કેટલાક દિવસથી હું તેને લગ્નની વાત કરુ તો એ યોગ્‍ય જવાબ આપતો નહોતો. દરમિયાન તેણે મને હવે તરછોડીને કાઢી મુકતાં માઠુ લાગતાં મેં ફિનાઇલ પીધુ હતું. સાથે રહ્યા એ દરમિયાન પોતાનું શારીરિક શોષણ પણ થયાનો આક્ષેપ યુવતિએ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

(3:11 PM IST)