News of Monday, 6th July 2026
આજી-૨ ડેમના ૨ દરવાજા ખોલાયાઃ૧૦ ગામોને ચેતવણી

રાજકોટઃ તા.૬: વરસાદને કારણે પાણીની આવકને પગલે રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે, ડેમના બે દરવાજા રાતે ૧.૧૦ કલાકે ૦.૦૭૬૨ મીટર ખોલવામાં આવ્યા છે. આથી નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે, આવક અને જાવક ૩૪૦ કયુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
(2:52 PM IST)










