<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

શાપરમાં ૨૩ વર્ષના કુંદન માંઝીનો એસિડ પી આપઘાતઃ એક મહિના પહેલા જ લગ્ન થયા હતાં

બનેવી સાથે રહી કંપનીમાં કામ કરતો હતોઃ પત્‍નિ, પરિવારજનો વતન બિહાર રહે છેઃ ફોન પર પરિવારજનો સાથે ચડભડ થયા બાદ માઠુ લાગી ગયું

રાજકોટ તા.૨૯: શાપર વેરાવળમાં કેપ્‍ટન ગેઇટ નજીક હનુમાનજીના મંદિર પાસે રહેતો મુળ બિહારનો કુંદન પ્રકાશભાઇ માંઝી (ઉ.વ.૨૩) ૨૬મીએ એસિડ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. તેનું સારવારમાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. એક મહિના પહેલા જ તેના લગ્ન થયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કુંદન ગત ૨૬મીએ એસિડ પી જતાં રાજકોટ સારવાર હેઠળ હતી. તેનું સારવારમાં મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કુંદન બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. તેના લગ્ન એક મહિના પહેલા જ થયા હતાં.

પંદરેક દિવસ પહેલા તે બિહારથી શાપર આવ્‍યો હતો અને બનેવી સાથે રૂમમાં રહી કંપનીમાં કામે લાગ્‍યો હતો. ફોન પર વતનમાં રહેતાં પરિવારજનો, પત્‍નિ સાથે કોઇ વાતે ચડભડ થતાં માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 PM IST)