<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજકોટ જેલના ૩ર કેદીઓ દિવાળી પરિવાર સાથે મનાવી શકશેઃ ૧પ દિવસના પેરોલ પર મુકત

એડી. કલેકટર બારોટ દ્વારા હુકમોઃ ૧પ જેન્‍ટસ, ૧૭ લેડીસનો સમાવેશ

રાજકોટ, તા. ૦પઃ  દિવાળીના પાવન પર્વ નિમિત્તે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ પોતાના પરિવારજનો સાથે તહેવારની ખુશીઓ મનાવી શકે તેવા ઉદ્દેશથી ગુજરાત સરકારના ગળહ વિભાગ દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજ્‍ય સરકારના આ નિર્ણય અંતર્ગત મહિલા કેદીઓ તેમજ ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા પુરુષ કેદીઓને ૧૫ દિવસના પેરોલ પર મુક્‍ત કરવામાં આવ્‍યા છે.

આ નિર્ણયના અનુસંધાને રાજકોટ મધ્‍યસ્‍થ જેલના અધિક્ષકની દરખાસ્‍ત અનુસાર અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ  જે એચ. બારોટના હુકમથી રાજકોટ મધ્‍યસ્‍થ જેલના કુલ ૩૨ કેદીઓને પેરોલ રજા પર મુક્‍ત કરવામાં આવ્‍યા છે, જેમાં ૧૫ પુરુષ અને ૧૭ મહિલા કેદીઓનો સમાવેશ થાય છે.

રાજ્‍ય સરકારના આ માનવીય અભિગમથી મુક્‍ત થયેલા કેદીઓને દિવાળીના પર્વની ઉજવણી પોતાના પરિવારજનો સાથે હર્ષોલ્લાસપૂર્વક કરવાની તક મળશે. તહેવારના અવસરે પરિવાર સાથે પુનઃ જોડાવાની આ તક કેદીઓના જીવનમાં સકારાત્‍મકતા અને સામાજિક પુનઃસ્‍થાપનાની ભાવનાને પણ ઙ્કોત્‍સાહન આપશે.

(4:43 PM IST)