News of Tuesday, 8th September 2026
આર.એમ. છાયા બોયઝ હાઇસ્કુલ દ્વારા ૪૦ વર્ષની શિક્ષણયાત્રા : ૧૩મીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
યાદોને તાજી કરવા અને જુના મિત્રોને મળવા એલ્મનિ ગેટ-ટુ-ગેધરનું આયોજન : મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા અને આયર્લેન્ડમાં ભારતના રાજદ્વારી ચેતન સિદ્ધપુરા પણ ઉપસ્થિત રહેશે

રાજકોટ : શ્રી રમેશભાઇ છાયા બોયઝ હાઇસ્કુલની ૪૦ થી ૪૧ વર્ષની સફળ શિક્ષણયાત્રાના વિશિષ્ટ અવસરે આર.એમ. છાયા બોયઝ હાઇસ્કુલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા એક સ્નેહમિલન (ગેટ-ટુ-ગેધર ર૦ર૬)નું મંગલમય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાથી રાત્રિ ભોજન સુધી શાળા પરિસર, રાજકોટ ખાતે યોજાશે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્ર થઇ પોતાની બાળપણની યાદો તાજી કરે, જુના મિત્રો અને શિક્ષકો સાથે પુનઃસંપર્ક સાધે તથા સ્મૃતિઓને વાગોળે તે હેતુથી આ સ્નેહમિલન રાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ પ્રસંગે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના કમિશ્નર શ્રી તુષાર સુમેરા (પૂર્વ વિદ્યાર્થી) અને આયર્લેન્ડમાં ભારતના રાજદ્વારી શ્રી ચેતન સિધ્ધપુરા (પૂર્વ વિદ્યાર્થી) ખાસ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે રજીસ્ટ્રેશન ફી રૂા. પ૦૦ રાખવામાં આવી છે. જે ઓનલાઇન ગુગલ ફોર્મ દ્વારા ભરી શકાશે. શાળાના તમામ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ યાદગાર સંમેલનમાં બહોળી સંખ્યામાં ઉેપસ્થિત રહેવા આયોજક કમિટી દ્વારા નિમંત્રણ અપાય છે. તા. ૧૩ સપ્ટેમ્બર, સમય : બપોરે ૩:૩૦ વાગ્યાથી સ્થળ : આર.એમ. છાયા બોયઝ હાઇસ્કુલ પરિસર, રાજકોટ, રજીસ્ટ્રેશન / માહિતી માટે મો. ૭૦૯૬૬૯૮૦૦૦.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વર્તમાન આચાર્ય-પાયલબેન જોષી, શિક્ષક કૌશિકભાઇ રાવલ, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ - એડવોકેટ પિયુષ ઝાલા, મનીષભાઇ પરમાર, નીશીત આહ્યા, વર્ચસ્વીન ધોળકીયા, રૂપેશભાઇ વાઘેલા, પ્રતિકભાઇ કોટક, રવિભાઇ મોટવાણી, કૌશિકભાઇ દહીશરીયા અને રાજવીરસિંહ જેઠવા નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:27 PM IST)










