News of Wednesday, 15th July 2026
ભરૂડીથી હિરાસર એરપોર્ટ સૂધી ર હજાર કરોડના ખર્ચે ૪૪ કિ.મી. લાંબો ભવ્ય સિકસ લેન હાઇવે બનશે
દિલ્હીથી એજન્સીની ટીમો દ્વારા રામપરા બેટી ગામથી GPS આધારિત સર્વે શરૂ સર્વે ૧પ દિ'માં પૂર્ણ થયા બાદ ર૪ ગામની માપણીઃ ત્યારબાદ NHAI દ્વારા જમીન સંપાદન અંગે ડેટા તૈયાર કરી કલેકટરને સોપાશે

રાજકોટ, તા. ૧પઃ રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડીથી હિરાસર એરપોર્ટ સુધી ર૦૦૦ કરોડના ખર્ચે ૪૪ કિલોમીટર લાંબો ભવ્ય સિકસલેન હાઇવે બનશે.
આ પ્રોજેકટ માટે દિલ્હીથી એજન્સી દ્વારા કુવાડવા હાઇવે પરના રામપર બેટી ગામથી જીપીએસ (GPS) સિસ્ટમ આધારિત સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
૧૩ જુલાઇને સોમવારથી શરૂ કરાયેલો આ સરવે ૧પ દિવસમાં પૂર્ણ થઇ જશે. જેમાં ર૪ ગામની અંદર પસાર થનાર સિકસલેન હાઇવેની માપણી કરીને જમીન પર સરકારી ખૂંટા લગાડવાનું શરૂ કરવામાં આવશે.
આ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજકોટ તાલુકા, ગોંડલ, કોટડાસાંગાણીના ર૬ ગામની અંદર જમીન સંપાદન માટેનો સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે સિકસલેન હાઇવેમાં કપાત થનાર ખેતી અને બિનખેતીનો સર્વે નંબર આધારિત ડેટા તૈયાર કરી કલેકટરને સોંપવામાં આવશે.
(3:11 PM IST)










