News of Monday, 21st September 2026
તરઘડીની જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સૂવિધાઓની ભારે અછતઃ વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર
કેમ્પમાં મકાનો-કવાર્ટસની સ્થિતિ ખરાબઃ સીસીટીવી કેમેરા-સિકયુરિટી લાઇટિંગ સિસ્ટમની સમીક્ષા જરૂરી..

રાજકોટ તા.૨૧: જિલ્લાના તરઘડી ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક સુવિધાઓની અછત તેમજ વિવિધ પાયાના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા વાલીઓને સાથે રાખીને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પ્રદશ સંગઠન મહામંત્રી સુરજબગડા અને આટકોટ તાલુકા પંચાયત સભ્ય અજય વાસાણી સહિતના અગ્રણીઓની આગેવાની હેઠળ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવ્યા મુજબ વિદ્યાલયમાં કેટલાક વિષયોના શિક્ષકોની પૂરતી ઉપલબ્ધતા ન હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. આ અંગે ત્વરિત તપાસ કરી યોગ્ય શિક્ષકોની નિમણૂક કરવાની માંગણી કરવામાં આવી છે.કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુવિધાઓ અને સુરક્ષા સુનિヘુિત કરવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, યોગ્ય લાઈટિંગ સિસ્ટમ તથા સિકયુરિટી સ્ટાફની સમીક્ષા કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા તેમજ કેમ્પસમાં આવેલા રહેણાંક મકાનો/ક્વાર્ટર્સની સ્થિતિ અત્યંત દયનીય છે.
ત્યાં પાણી, વીજળી, પ્લમ્બિંગ, સ્વચ્છતા, છત અને દરવાજા-બારીઓ સહિતની પાયાની સુવિધાઓની ચકાસણી કરી તાત્કાલિક રીપેરિંગ અને નવીનીકરણ કરવાની માંગ કરાઈ છે
(3:49 PM IST)










