News of Thursday, 23rd April 2026
રાજકોટમાં ૫૦૬ સંવેદનશીલ તો ૮ બૂથ અતિ સંવેદનશીલ જાહેર
મતદારો પોતાના બૂથની માહિતી મેળવી શકે તે માટે ખાસ એપ્લીકેશનઃ પત્રકારોને વિગતો આપતા કલેકટર રાજકોટ જીલ્લા-તાલૂકા પંચાયતમાં ૨૮૩ સંવેદનશીલ અને ૧૭૯ અતિસંવેદનશીલ મતદાન મથકો

રાજકોટ,તા.૨૩: રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે પત્રકારોની વાતચીતમાં રાજકોટ મ્યું. કોર્પોરેશન-જીલ્લા તાલૂકા પંચાયતની ચૂંટણીઓ અંત્રે મહત્વની વિગતો જણાવી હતી.
કલેકટરે જણાવેલ કે રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં કુલ ૧૮વોર્ડમાં ૭૨ બેઠકો પર મતદાન થશ, ૧૦૧૪ બૂથ છે. અને ૯ લાખ ૮૨ હજાર મતદારો પોતાના મતાધિકાર નો ઉપયોગ કરશે, કુલ ૨૩૬ ઉમેદવારો વચ્ચે જંગ થશે, ૮૪૮ પોલીંગ એજન્ટો ખાયા છે, મતદાનમાં ૧૧૬૩ કન્ટ્રોલ યુનિટ અને ૨૦૦૦ બીયુનો ઉપયોગ થશે, ૬ કલાસ વન અધિકારીને R.O. - ARO તરીકે ફાઇનલ કરાયા છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે રાજકોટમાં કુલ ૫૦૬ સંવેદનશીલ તથા ૮ બૂથ અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
તેમણે જણાવેલ કે મતદારો કયુઆર કોડ એપ્લીકેશન લાંચ કરી તેના મારફત બૂથઅંગે ઓનલાઇન લોકેશન જોઇ શકશે., આ એપ્લીકેશન શ્રી જયદીપ ત્રીવેદીએ તૈયાર કરી છે. આ ઉપરાંત રાજય ચૂંટણી પંચની અન્ય એક એપ ઉપર મતદારો તેમની તમામ માહિતી મેળવી શકશે.
ડો. ઓમપ્રકાશે જણાવેલ કે જીલ્લા-તાલૂકા-પંચાયતમાં કુલ ૧૧૮૬ બૂથ રહેશે, રાજકોટ જીલ્લાના તમામ તાલૂકાની કુલ ૨૦૨ અને જીલ્લા પંચાયતની ૩૬ બેઠક ઉપર મતદાન થશે. કુલ ૯ લાખ ૫૬ હજાર મતદારો છે, ૮૮૬ ઉમેદવારો વચ્ચે જંગ થશે. કલેકટરે જણાવેલ કે જીલ્લા-તાલૂકા પંચાયતમાં ૨૮૩ સંવેદનશીલ અને ૧૭૯ અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે.
જીલ્લા-તાલૂકા પંચાયતમાં ૮ ચૂંટણી અધીકારી ૨૨ કલાસ ટુ અધીકારીની ઓર્ડરો કરાયા છે, ગઢકા, દાળિયા સહિત તાલૂકા પંચાયતની ૪ બેઠકો બીન હરીફ થઇ છે.
કલેકટરે જણાવેલ કે ગોંડલ નગર પાલિકામાં કુલ ૧૧ વોર્ડમાં ૨૦ બેઠકો બીન હરીફ થઇ છે, ૨૪ બેઠકો ઉપર મતદાન થશે, જેમાં ૪૬ ઉમેદવારો છે. ૮૧ હજારથી વધુ મતદારો છે.
(3:40 PM IST)










