News of Friday, 17th July 2026
બટેટાનો મસાલો-ગ્રેવી-બ્રેડ-સીરપ-ઘુઘરા સહિત પ૯ કિલો અખાદ્ય ખોરાકનો નાશઃ દુધ-પનીરના ૧૦ નમુના લેવાયા
મનપાની ફુડ શાખા ભેળસેળ કરનાર પેઢી-રેસ્ટોરન્ટ ઉપર તુટી પડી : શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૯૬ કિલો પસ્તીનો જથ્થો જપ્ત : રૂા. ર૦ હજારનો દંડ : ૯ વેપારીઓને લાઇસન્સ અંગે નોટીસ

રાજકોટ, તા., ૧૭ : મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૮૭ પેઢી/ રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૫૯ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૦૯ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તથા ૯૬ કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરી કૂલ રૂ.૨૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા fssai એક્ટ હેઠળ ૧૦ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ તેમજ ૨ પેઢીને સીલ કરવામાં આવેલ.
જે અંતર્ગત રેલ નગર મેઈન રોડ, ગંગેશ્વર ચોક, ગોકુલ કોમ્પ્લેક્સ, રાજકોટ મુકામે આવેલ “AADARO” રેસ્ટોરન્ટ & કેટરિંગ પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે ફ્રીજ માં અનહાઈજેનિક કન્ડિશનમાં ખાદ્યચીજોનો સંગ્રહ કરેલ. બટેટાનો મસાલો, ગ્રેવી, બાફેલા શાકભાજી, વાસી પડતર બ્રેડ, પીઝા, પાઉં વગેરે એક્સપાયર્ડ ડેટ વીતેલ જોવા મળેલ. કુલ મળીને અંદાજિત ૧૯ K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
સિલ્વર સ્ક્વેર, કર્ણાવતી રોડ, અમ્રુત સોસાયટી -૨ પાસે, રાજકોટ મુકામે આવેલ જય જલારામ ક્રીમ લસ્સી & વડાપાઉં પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં લસ્સી બનાવમાં માટેનું સિરપ, ઘૂઘરા, ચટણી, પસ્તી કુલ મળીને અંદાજિત ૨૨ K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.૩,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.
સદગુરુ શીંગ એન્ડ જનરલ સ્ટોરઃ બોલબાલા માર્ગ, હસનવાડી-૪, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે તેમજ અનહાઈજીનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા. ૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
લક્ષ્મી ફરસાણ માટેઃ મોરબી રોડ, જકાતનાકા પાસે, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે તેમજ પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જય સીયારામ ફરસાણ : બોલબાલા માર્ગ, હસનવાડી-૪, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા અંગે રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
અંબિકા ફરસાણઃ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે, રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ૨ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ. નોટિસ આપેલ છે. અનહાઈજીનિક કન્ડિશન અંગે, રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
સંતોષ ભેળ : બિગ બજારની બાજુમાં, ૭ કિલો વાસી અખાદ્યચીજનો નાશ કરી નોટિસ આપેલ છે. તેમજ અનહાઈજીનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીનાથજી ખમણ હાઉસઃ સત્યસાઈ હોસ્પિટલ રોડ, નોટિસ આપેલ છે. લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ચટકાઝ ફૂડ્સ : બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૂા.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
યોગી ફરસાણઃ ખીજડવાળો રોડ, ૪૦ ફૂટ રોડ, ૬૦ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરી રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
પ્રિયા લાઈવ કેળા વેફર મવડી ચોકડી પાસે લાયસન્સ બાબતે નોટીસ આપેલ છે. રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રીજી ફરસાણ એન્ડ ખમણ મવડી ચોકડી પાસે લાયસન્સ બાબતે નોટીસ આપેલ છે. રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રી સદગુરુ ડેરી ફાર્મ રાધે હોટલ વાળો રોડ બાપાસીતારામ ચોક પાસે જામનગર પાસે લાયસન્સ બાબતે નોટીસ ૫૦૦- પેનલ્ટી
બાલમુકુંદ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ : ધોળકિયા સ્કૂલ વારો રોડ, બાલાજી હોલ થી આગળ ૫ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ.
ઓમ સ્નક્સ : મારુતિ ચોક, સત્યસાઈ રોડ, રાજકોટ. ૨ કિલો મીઠી ચટણીનો નાશ કરી લાઇસન્સ ન હોવા તથા અનહાઈજીનિક કન્ડિશન અંગે. નોટિસ આપેલ છે.
હરભોલે ફરસાણઃ ખીજડવાળો રોડ, ૪૦ ફૂટ રોડ, રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ
મહાદેવ ચાઈનીઝઃ રાધે હોટલ વાળો રોડ, ૪ કિલો વાસી અખાધ્ય મંચુરિયનનો નાશ.
ઓમ ખમણઃ સત્યસાઈ હોસ્પિટલ રોડ,. ૨ કિલો ખાદ્યચીજનો નાશ.
ભગવતી ફરસાણઃ ગુરુપ્રસાદ ચોક, ૧૫ કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરેલ.
મિલ્ક ચેકિંગ ડ્રાઈવ અંતર્ગ લેવામાં આવેલ દૂધના/પનીરનાં નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કૈલાશ ફરસાણ અને સ્વીટઃ ન્યુ નેહરુનગર, ૮૦ ફુટ રોડ, રજત સોસાયટી-૩ કોર્નર, શ્યામ હોલ પાસે, રાજકોટ. નોટિસઆપેલ છે. મીઠાઇ પર યુઝ બાય ડેટ ન હોવા, લાઇસન્સ ન હોવા, અનહાઈજીનિક કન્ડિશન, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તથા ખાદ્યતેલ/ઘી નો પ્રકાર દર્શાવતુ બોર્ડ ન હોવા અંગે રૂા. ૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તેમજ (૧)ખારી બુંદી (લૂઝ) (૨)પીળી સેવ (લૂઝ) ના નમૂના લઈ ૧૪ કિલો વાસી લીસા લાડુનો નાશ કરેલ.
સુખસાગર ડેરીફાર્મઃ સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, નાના મવા રોડ, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
શ્રી કળષ્ણ ડેરીફાર્મ : શ્યામ નગર, નાના મવા રોડ, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ તથા રૂા. ૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
ડેલીસીયસ ફૂડ્સઃ બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ચોકો બટરસ્કોચ કેક (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
શ્રીજી ડેરીફાર્મ : વિશ્વ નગર, ખીજડાવાળો રોડ, (૧)ગાયનું દૂધ (લુઝ), (૨)ભેંસનો દૂધ (લુઝ)તથા (૩)મિક્સ દૂધ (લુઝ) ના નમૂના લેવામાં આવેલ.
શિવમ ડેરીફાર્મ : બોલબાલા માર્ગ, હસનવાડી-૪, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
શ્રી તિરુપતિ ડેરીફાર્મઃ બોલબાલા માર્ગ, હસનવાડી-૪, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
બજરંગ ડેરીફાર્મ : રાધે હોટલ વાળો રોડ, જયરાજ નગર -૧ પાસે, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
રામકળપા ડેરીફાર્મઃ નૂતન નગર, કાલાવડ રોડ, (૧)ગાયનું દૂધ (લુઝ) (૨) ભેંસનું દૂધ (લુઝ) ના નમૂનો લેવામાં આવેલ.
વળંદાવન ડેરીફાર્મઃ મારુતિ ચોક પાસે, સત્યસાઈ રોડ, મિક્સ દૂધ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. (૪
(2:59 PM IST)










