News of Wednesday, 3rd June 2026
શાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની ખેતીની જમીન પચાવી પાડનાર બે પિતરાઇ સહિત ૬ સામે લેન્ડગ્રેબીંગ
૧૪ ઓરડીઓ બનાવી ભાડે આપી દિધી! બિનખેતી અટકાવવા ખોટુ કન્ફયુઝન સોંગદનામુ ઉભુ કરી ષડયંત્ર રચ્યુ

રાજકોટ તા.૧૨: શાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની ખેતીની જમીન પચાવી પાડી ૧૪ ઓરડીઓ બનાવી ભાડે આપનાર તથા બિનખેતી અટકાવવા માટે ખોટુ કન્ફયુઝન સોગંદનામુ કરી ષડયંત્ર રચનાર બે પિતરાઇ ભાઇ સહિત ૬ સામે પોલીસમાં લેન્ડગ્રેબીંગની ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ હીમાંશુભાઇ કમલેશભાઇ કોરાટ (ઉ.વ.૪૬) ધંધો.ખેતી તથા વેપાર રહે.રાજકોટ મવડી રોડ, અલ્કા સોસાયટી ફાયર બ્રિગેડની પાછળ રાજકોટ-૪ મૂળ રહે.વેરાવળ (શાપર), તા.કોટડાસાંગાણીએ આરોપી પિતરાઇભાઇ (૧) હીતેષભાઇ વાલજીભાઇ કોરાટ, (ર) ઘનશ્યામભાઇ વાલજીભાઇ કોરાટ તેમજ જમીન પચાવી પાડવા માટે ખોટુ સોગંદનામુ કોૈટુબિક કન્ફયુઝન ઉભુ કરી ષડયંત્ર કરવામાં મદદગારી કરનારા (૧) અશોકભાઇ જાદવભાઇ કોરાટ, (ર) કિશોરભાઇ જાદવભાઇ કોરાટ, (૩) જગદીશભાઇ નથુભાઇ કોરાટ તથા (૪) નરોતમભાઇ નથુભાઇ કોરાટ અને તપાસમાં ખુલે તે તમામ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ શાપર-વેરાવળના નવા સર્વે નં.૧૫૮ પૈકી ૮ની જમીન સને ૧૯૯૭ માં સ્વપર્જીત આવકમાંથી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ થી ખરીદ કરેલ છે જેમાં અમારા પશુ આવાસો માલ સામાન ભરવાના મકાનો તથા મજૂરોને રહેવાની ઓરડીઓ આવેલ છે જેમાંથી એક ઓરડી અમે દયાની રૂ એ નિશુલ્ક અમારા મોટા બાપુ વાલજીભાઈ ધનજીભાઈ કોરાટને અન્ય કોઇ રહેઠાણ ન હોવાથી મર્યાદીત સમય માટે વાપરવા આપેલ ત્યારબાદ આરોપી (૧) અને (૨) ૨૦૧૧-૧૨ થી બળજબરી ધાક ધમકી આપી અમારી જમીન પર ઘુષણગીરી કરેલ અને પચાવી પાડેલ અમારા મકાનો અમારી જમીન પર આવેલ પાણીનો બોર બળજબરીપૂર્વક પચાવી પાડેલ છે અમારા જમીનમાં અંદાજીત ૧૪ જેટલી ઓરડીઓ બનાવી પરપ્રાંતિયોને ભાડે આપી દેતા અને અમો અમારી જમીન પર પ્રવેશ કરતા વારંવાર પથ્થર મારો કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતા અમે શાપર પોલીસ સ્ટેશનમાં તે બાબતે તા.૧૯/૧૨/૨૦૨૩ માં લેખીત ફરીયાદ કરેલી છે અમને અમારી જમીનમાં પ્રવેશવા ન દેતા અને પાણીનો બોર પચાવી પાડી ખેતી બંધ કરાવેલ આથી અમોને જમીન બીનખેતી કરવાનુ ફરજ પડેલ જેની જાણ ઉપરોકત ઇસમો (૧) તથા (૨) તથા મદદગારોએ અમો ને તથા સરકારી તંત્રને ખોટુ સોગદનામુ, મામલતદારને આપી કૌટુબિક પ્રશ્ન કરી રીપોર્ટમાં ઉલ્લેખ થયો ત્યા રબાદ કલેકટર કચેરીમાં આવી કૌટુંબીક કન્ફયુઝન ઉભુ કરી ફરીયાદ ડ્રોપ કરાવી ત્યારબાદ એસ.એસ.આર.ડી માં અમારી બિનખેતી રોકવા સ્ટે.ની માંગણી કરી અને બીનખેતી પર સ્ટે.લીધો અને કલેકટર કચેરી, શહેરી સતાવિકાસ મંડળ તથા ડી.એલ.આર કચેરી તથા એચ.એચ.આર.ડી વિગેરે કચેરીમાં જઈ ખોટા સોગદનામુ રજૂ કરી અમારી જમીન બીનખેતી કેન્સલ કરાવવાના પ્રયાસ કરેલ છે જમીનના લે આઉટ પ્લાન નામંજુર કરવાની અરજી આરોપી નં.(૧) અને (૨) દ્વારા તા. ૦૨/૧૧/૨૦૨૩ ના રોજ આપી અમારા કાર્યમાં વિઘ્ન પેદા કરેલ ડી.એલ.આર કચેરીમાંથી દાદ ન મળતા એસ.એસ.આર.ડી (અમદાવાદ) માં જઈ બીનખેતી કેન્સુલ કરાવવાની અરજી આપી અને તેમાં પણ સુનાવણી પર સ્ટે લઈ અમારો અને સરકારી કચેરીનો સમય બગાડેલ છે અને ખેતી લાયક જમીનમાં પાણીની લાઈનો કાપી નાખી અમોને મારી નાખવાની ધમકીઓ આપેલ જેની ફરીયાદ વેરાવળ (શાપર) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તા ૧૨-૦૨-૨૬ કરેલ છે.અમારી જમીન ખાલી કરવાનુ કહેતા રાજકોટમાં અઢીસો વારના બંગલા અને ફર્નીચર સાથે લઈ આપવાના અને અમુક રકમ આપવાની અથવા અડધી જમીન આપવાની માંગણી કરેલ છે જો આ માંગણી નહી સ્વીકારવામાં આવે તો કાનુની દાવપેચ અને પડયંત્ર તથા જો હુકમી દ્વારા જમીન પચાવી પાડશુ એવી ધમકીઓ આપેલ છે આથી અમોએ તા. ૨૭/૧૨/૨૦૨૩ ના રોજ લેન્ડગ્રેબીગની અરજી કરેલ અને સોગદનામાની તા.૦૯/૦૩/૨૦૨૪ માટે અમોને ફરીયાદ પછી આશરે ૩ મહીના પછી ખબર પડી કે આ મેટરમાં માત્ર બે લોકો જ નહી પરંતુ આ સોગદનામું કન્ફયુઝ ન કરવા ઉભુ કરેલ છે તેમાં અન્ય આરોપીઓ સામેલ છે.આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત તમામ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(11:41 AM IST)










