<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

હિરાસર એરપોર્ટ પર મતદાન જાગૃતિ

ફલાઇટ ઇન્‍ફોર્મેશન ડિસ્‍પ્‍લે સીસ્‍ટમ પર મુસાફરોને મતદાન અંગે વિડીયો બતાવવાનો નવતર અભિગમ

રાજકોટઃ લોકસભા સમાન્‍ય ચૂંટણી અંતર્ગત દેશના વિવિધ વિસ્‍તારોમાં મતદાન કરવા લોકો જાગૃત બને તે માટે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જે અન્‍વયે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ‘સ્‍વીપ' અંતર્ગત પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.  જેમાં મુસાફરોની ફલાઈટને લગતી માહિતી બતાવતી ફલાઇટ ઇન્‍ફોર્મેશન ડિસ્‍પ્‍લે સીસ્‍ટમ પર ચૂંટણી સંબંધિત ‘ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ' વિડીયો બતાવવાના નવતર અભિગમથી મુસાફરોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા.

 

(6:08 PM IST)