તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Friday, 12th April 2024
રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના સર્વજ્ઞાતિજનોનું આજે સ્નેહમિલન : દિલીપ સંઘાણી
પરસોતમ રૂપાલાનો સન્માન સમારંભ : અમરેલી જિલ્લાના અગ્રણીઓ અકિલાની મુલાકાતે

રાજકોટ : રાજ્યના પૂર્વ સહકાર મંત્રી તથા ઇફકોના ચેરમેન અમરેલી સ્થિત શ્રી દિલીપ સંઘાણી અને તેમના સાથી અમરેલી જિલ્લાના જાહેર જીવનના અગ્રણીઓએ અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરેલ.
શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે, સમસ્ત અમરેલી જિલ્લા પરિવાર દ્વારા અમરેલી જીલ્લાના સર્વજ્ઞાતિના રાજકોટમાં વસતા પરિવારજનોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ આજે રાખેલ છે. રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના સર્વજ્ઞાતિના પરિવારજનોનું સ્નેહમિલન તથા સન્માન સમારોહનું આયોજન કરેલ છે, તો આ કાર્યક્રમમાં સબંધિત સૌને સહપરિવાર આવવા આમંત્રણ છે. તેમજ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના વતની તેમજ રાજકોટ જિલ્લાના ભાજપના લોકસભાના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલાનું સન્માન કરાશે. તા. ૧૨ એપ્રિલ શુક્રવારે સમય : સાંજે ૬ કલાકે, સ્થળ : શ્રી દિવાળી બાગ પાર્ટી લોન્જ, ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ, પાટીદાર ચોક આગળ, શુભમંગલ પાર્ટી પ્લોટ સામે, સદ્ભાવના નર્સરીની બાજુમાં, ટીલાળા પેટ્રોલ પંપ પહેલા, રાજકોટ ખાતે રાખેલ છે. કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજન સમારંભ યોજાશે.
આ મુલાકાત પ્રસંગે રાજકોટના સુપ્રસિધ્ધ સામાજિક અગ્રણી ભરત દોશી, અમરેલીની અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના જયંતીભાઇ પાનસૂરિયા, અમરેલી પંથકના અગ્રણીઓ મનસુખભાઇ નાડોદા, માવજીભાઇ ગોલ, રાજુ ધાનાણી, સંજય ગઢવી, અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત સાથે રહ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(6:10 PM IST)










