News of Monday, 15th April 2024
ગોંડલ રોડ પર ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત
વાલીવારસે આજીડેમ પોલીસનો સંપર્ક કરવો
રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ રિધ્ધી સ્ધ્ધિી સોસાયટીના નાલા નજીક વેરાવળથી રાજકોટ જતી ટ્રેન હેઠળ રવિવારે એક આશરે ૩૫ વર્ષના યુવાને પડતું મુકતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ૧૦૮ના ઇએમટી તબિબ નયનાબેન બોદરે જાણ કરતાં આજીડેમ પલીસ સ્ટેશનના ડી. જે. જાડેજાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. વધુ તપાસ પીએસઆઇ એ. આર. રાઠોડ ચલાવે છે.
(5:58 PM IST)










