<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th April 2024

રાજકોટ લોકસભા બેઠક ઉપર ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ આજે ૬ અપક્ષ સહિત ૧૪ ફોર્મ ભરાયા આજે ૬ વ્‍યકિતએ વધુ ૮ ફોર્મ ઉપાડયા કુલ ૧ર૬ લોકોએ ૩૪૮ ફોર્મ મેળવ્‍યા આવતીકાલે સવારે ૧૧ વાગ્‍યે ચકાસણી

રાજકોટ : રાજકોટ લોકસભા બેઠક ઉપર આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, બપોરે રાા વાગ્‍યે મળતા લેટેસ્‍ટ રીપોર્ટ મુજબ આજે બે અપક્ષ સહિત ૪ ફોર્મ ભરાયા છે, આજના ૪ અને અગાઉના ૬ સહિત કુલ ૧૦ ફોર્મ ભરાયા છે. દરમિયાન આજે વધુ ૬ વ્‍યકિતએ ૮ ફોર્મ ઉપાડયા હતા, આજે બપોરે રાા સુધીમાં કુલ ૧ર૬ વ્‍યકિતએ ૩૪૮ ફોર્મ લીધા છે. ભરાયા હજુ માત્ર ૧૦ છે. કાલે સવારે ૧૧ વાગ્‍યાથી ચકાસણી થશે. રર મીએ ફોર્મ પાછુ ખેચવાની છેલ્લી તારીખ છે. આજે અપક્ષમાં  ફોર્મ ભરવામાં આચાર્ય ઉપેન્‍દ્રભાઇ, ઝાલા નયનકુમાર, અભગીયા, નિરલકુમાર, સોની મહાજન નરેન્‍દ્ર અમૃતલાલ, લોહાર જીજ્ઞેશભાઇ, વેગડા, રામજીભાઇનો સમાવેશ થાય છે.

 

(4:42 PM IST)