તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 19th April 2024
કોંગ્રેસની સભામાં વડાપ્રધાનની એપનો પ્રચારઃ વિગતો વાયરલ થતા દોડધામ

રાજકોટ : આજે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રજૂ કર્યુ તે પહેલા બહુમાળી ચોકમાં સભા યોજાઇ હતી, સભા સ્થળે સફેદ કલરની ખુરશીઓ શ્રોતાજનો માટે ગોઠવાઇ હતી, આ ખુરશી પાછળ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ‘નમો એપ' ના સ્ટીકર મારેલા હતા, અને શ્રોતાઓ આ એપ જોતા જ બોલી ઉઠયા કે કોંગ્રેસની સભામાં ભાજપના પ્રચાર... અને આ વિગતો વાયરલ થતા કોંગ્રેસના આગેવાનોમાં ભારે દોડધામ થઇ પડી હતી. આ સમયે મંચ ઉપર કોંગ્રેસના હાઇલેવલ આગેવાનો ઉપસ્થિત હતા તે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:39 PM IST)










