News of Monday, 22nd April 2024
શેરીએ શેરીએ બજરંગબલીનો જય જયકાર : કાલે હનુમાન જયંતી
જય હનુમાન જ્ઞાનગુણ સાગર જય કપિશ તીહુ લોક ઉજાગર, રામદુત અતુલીત બલધામા અંજની પુત્ર પવનસુત નામા

રાજકોટ તા. ૨૨ : વજ્રદેહધારી એવા બજરંગબલીની કાલે જન્મ જયંતિ હોય ભાવભુર્વક ઉજવવા હનુમંત ભકતો દ્વારા આયોજનો કરવામાં આવેલ છે. કાલે ચૈત્ર સુદ પુનમના શહેરભરમાં આવેલ હનુમાનજી મંદિરો અને દેરીઓમાં અનેરા શણગાર સાથે ઉજવણી કરાશે. સવારથી જ દાદાનું પુજન અર્ચન કરી ધુન-કિર્તન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સહીના કાર્યક્રમો આરંભાઇ જશે.
હનુમાન જયંતિ હોય એટલે પ્રસાદ તો હોય જ. ઠેર ઠેર કાલે બટુક ભોજન તેમજ મોટા લોકો માટે પણ ગુંદી ગાંઠીયા અને દાળ, ભાત, શાક સહિતના મહાપ્રસાદની વ્યવસ્થા થઇ છે. શહેરભરમાં કાલે હનુમાન જયંતિ નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
ટનાટન રોકડીયા હનુમાન
ભીલવાડા ચોક ખાતે આવેલ શ્રી ટનાટન રોકડીયા હનુમાન ગ્રુપ દ્વારા કાલે તા.૨૩ ના મંગળવારે હનુમાન જયંતિ નિમિતે સવારે ૮ કલાકથી હવન રાખેલ છે. બીડુ બપોરે ૧૨ કલાકે હોમાશે. ૧૨.૩૦ કલાકે મહાઆરતી અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.
જીવનનગર
જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત રામેશ્વર મહાદેવ મંદિર, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે કાલે તા. ૨૩ ના હનુમાન જયંતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. સાંજે ૭.૩૦ કલાકે મહાદેવધામમાં બટુક ભોજન અને પ્રસાદનું આયોજન કરાયુ છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક, શિવપરાના રહીશો મહાપ્રસાદમાં ભાગ લેશે. તેમ મંદિરના સહવ્યવસ્થાથક સુનિતાબેન વ્યાસ અને વિનોદરાય ભટ્ટની સંયુકત યાદીમાં જણાવાયુ છે.
દામોદર હનુમાન
જંકશન પ્લોટ શેરી નં. ૧૫ ખાતે શ્રી દામોદર હનુમાનજી મંદિરે કાલે હનુમાન જયંતિ નિમિતે સાંજે બટુક ભોજન અને મહાઆરતી રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
પુનિત ભજન મંડળ
શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા કાલે તા. ૨૩ ના મંગળવારે શ્રી હનુમાન જયંતિ નિમિતે સીવીલ હોસ્પિટલ પ્રાંગણ, ઇમરજન્સી વિભાગ પાસે આવેલ શ્રી રામેશ્વર મહાદે મંદિરે સાંજે ૪ થી ૪.૩૦ ગણેશ વંદના, ૪.૩૦ થી ૫.૩૦ સંત પુનિત અને મહાદેવના ભજન, સાંજે ૫.૩૦ થી ૬ શ્રીરામ જયરામ જય જય રામ ધૂન અને હનુમાન ચાલીસા પાઠ, સાંજે ૬ વાગ્યે થાળ આરતી બાદ પ્રસાદ વિતરણ કરાશે. ધર્મપ્રેમીજનોએ દર્શનનો લાભ લેવા રાજેશભાઇ ગીડા અને જયેશભાઇ નથવાણીએ અનુરોધ કરેલ છે.
મોજીલા હનુમાન મંદિર
કોઠારીયા કોલોની ગરબી ચોક ખાતે આવેલ શ્રી મોજીલા હનુમાનજી મંદિરે કાલે તા. ૨૩ ના મંગળવારે હનુમાન જયંતિ નિમિતે સવારે મંગળા આરતી અને સવારે ૯ કલાકે ધ્વજારોહણ થશે. સવારથી સરબત અને છાશનું વિતરણ કરાશે. સાંજે હનુમાન ચાલીાસ પાઠ અને ઓમકાર મહાઆરતી થશે. સાંજે બટુક ભોજન રાખેલ છે. ધર્મપ્રમીજનોએ લાભ લેવા કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.
મહાવીર હનુમાન ગાંધીગ્રામ
ગાંધીગ્રામ, સત્યનારાયણનગર ૧/૪ ના ખુણે આવેલ શ્રી બટુક મહારાજની ગૌશાળામાં બિરાજતા શ્રી મહાવીર હનુમાન મંદિરમાં કાલે હનુમાન જયંતિ ઉજવાશે. સવારે અને સાંજે વિશેષ આરતી પૂજન કરાશે.
બાલબટુક હનુમાનજી
૧/૬ વાણીયાવાડી ખાતે આવેલ શ્રી બાલબટુક હનુમાનજી મંદિર ખાતે કાલે તા. ૨૩ ના મંગળવારે હનુમાન જયંતી ધામધુમથી ઉજવાશે. સાંજે ૭ વાગ્યે મહાઆરતી બાદ ૭.૩૦ વાગ્યાથી મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ દર્શન પ્રસાદનો લાભ લેવા બાલબટુક હનુમાનજી મંદિર દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવાયુ છે.
સંકલ્પસિધ્ધ હનુમાન
કાલાવડ રોડ પર આવેલ શ્રી સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરે કાલે મંગળવારે હનુમાન જયંતીની મહાઆરતી ભજન અને પ્રસાદનું આયોજન કરાયુ છે. કાલે સાંજે ૭ વાગ્યે દાદાનું ભાવથી પૂજન કરાશે. સાંજે ૭.૧૫ વાગ્યે મહાઆરતી થશે. સમગ્ર દિવસ દરમિયાન પ્રસાદ વિતરણ થશે.
(3:45 PM IST)










