<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd April 2024

મતદાનના દિવસે મતદાન મથકના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં ૧૪૪મી કલમ લાગુઃ કલેકટરનું જાહેરનામુ

 

રાજકોટ તા. ૨૨: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૭ મેના રોજ યોજાનાર છે. આ ચૂંટણી રાજકોટ જિલ્લામાં મુકત, ન્‍યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તથા મતદાન મથકોની આસપાસનાં વિસ્‍તારોમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રભવ  જોશી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ રાજકોટ જિલ્લાના શહેર સહીતનાં સમગ્ર વિસ્‍તારમાં આવેલ લોકસભાની ચુંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં કોઈપણ અનઅધિકૃત વ્‍યકિતઓને એકત્રિત થવા, મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા-લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે

(3:45 PM IST)