તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 22nd April 2024
આઇપીએલના મેચ પર સટ્ટો રમતો નૈમિષ હિન્ડોચા પકડાયોઃ મુંબઇના રૂપેશ કારીયાએ આઇડી આપી'તી
અમીન માર્ગ ગુ.હા. બોર્ડ પાસે હેર લાઇન પાર્લર નજીક દરોડો :ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, ઇન્ચાર્જ પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ જાડેજાની રાહબરીમાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના અમીન માર્ગ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી નજીક હેર લાઇન પાર્લર પાસે એક શખ્સ મોબાઇલ ફોનમાં આઇડી પર આઇપીએલ ક્રિકેટ ટુર્નામેનટના કોલકત્તા નાઇટ રાઇડર્સ અને બેંગ્લોર આરસીબી ટીમના મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે પકડી લીધો છે. આ શખ્સ મુંબઇના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખુલતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઇ આર. કે. જાડેજા, કોન્સ. ચેતનસ્ંિહ ગોહિલ, હેડકોન્સ. મયુરભાઇ પાલરીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પાક્કી બાતમીને આધારે અમની માર્ગ ગુ.હા.બોર્ડ પાસે હેરલાઇન પાર્લર નજીકથી એક શખ્સને પકડી લઇ તેનો મોબાઇલ ચેક કરતાં તેમાં ડાયમંડએક્સ૭૮૯.કોમ નામની આઇડી જોવા મળહતી . જેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને બેંગ્લોર આરસીબીની ટીમ વચ્ચે ચાલતાં મેચ પર રન ફેરનો રૂપિયા બે હજારનો સોદો કરાયેલો જોવા મળ્યો હતો.
પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ નૈમિષ વિનયકાંત હિન્ડોચા (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, ફોર્ડના શો રૂમવાળી ગલી, મોન્ટાબેલા એપાર્ટમેન્ટ સી-૪૦૨, રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસ) જણાવ્યું હતું. તેની વ્શિેષ પુછતાછ કરવામાં આવતાં તેને આ આઇડી રૂપેશ કારીયાએ મોકલી હોવાનું જણાવ્યું હતું. આ આઇડી પર તે ઝુગાર રમતો હોઇ અને હાલ મુંબઇ રહેતાં મુળ રાજકોટના રૂપેશ કારીયાએ આઇડી મોકલી હોઇ બંને વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં જૂગારધારાની કલમ-૧૨ મુજબ ગુનો દાખલ કરાવી નૈમિષની ધરપકડ કરી રૂા. ૧૨ હજારના બે મોબાઇલ ફોન કબ્જે લીધા હતાં. રૂપેશની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં ડીસીબીના ઇન્ચાર્જ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ સી. બી. જાડેજાની સુચનાથી આ કામગીરી આર. કે. જાડેજા, મયુરભાઇ પાલરીયા અને ચેતનસિંહ ગોહિલે કરી હતી.
એએસઆઇ આર. કે. જાડેજા, હેડકોન્સ. મયુરભાઇ પાલરીયા અને ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી કાર્યવાહી
(3:47 PM IST)










