<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th April 2024

રાજકોટ રેલ્‍વેએ ૨૦૨૩-૨૪માં રૂ. ૨૨૭૬ કરોડની આવક મેળવીઃ નૂર પરિવહનમાં સૌથી વધુ આવક

 

રાજકોટ, ૨૫ : પヘમિ રેલવેનું રાજકોટ ડિવિઝન ભારતીય રેલવે માટે કમાણીની દ્રષ્ટિએ સતત ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમારે જણાવ્‍યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ડીવીઝન દ્વારા નૂર પરિવહનમાંથી સૌથી વધુ આવક મેળવીને નવો રેકોર્ડ સ્‍થાપ્‍યો છે અને સર્વાંગી વિકાસની દિશામાં ઝંડો લહેરાવ્‍યો છે.

 રાજકોટ ડિવિઝને વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે અને ૨૨૭૬.૪૪ કરોડ રૂપિયાની નોંધપાત્ર વાર્ષિક આવક મેળવી છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ની ૨૦૪૫.૬૦ કરોડની વાર્ષિક આવક કરતાં ૧૧.૨૮્રુ એટ્‍લે કે ૨૩૦ કરોડ રૂ વધુ છે. આ ૨૨૭૬.૪૪ કરોડની આ આવકમાંથી મહત્તમ રૂ. ૧૮૭૧.૧૨ કરોડની આવક નૂર ભાડા થી, રૂ. ૩૭૪.૧૨ કરોડ પેસેંજર આવક થી અને રૂ. ૩૧.૨૦ કરોડની આવક પાર્સલ સહિત અન્‍યસ્ત્રોતોમાંથી પ્રાપ્ત થઈ છે.

રાજકોટ ડિવિઝને ૨૦૨૩-૨૪માં નૂર પરિવહનમાંથી રૂ. ૧૮૭૧.૧૨ કરોડની આવક હાંસલ કરી છે જે ગયા વર્ષે ની રૂ. ૧૬૯૦.૩૦ કરોડની સરખામણીએ ૧૦.૭૦્રુ એટલે કે રૂ. ૧૮૦.૮૨ કરોડ વધુ છે. પેસેંજર આવક માં થી ૨૦૨૩-૨૪માં રૂ. ૩૭૪.૧૨ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ ની રૂ. ૩૨૧.૯૯ કરોડની સરખામણીએ ૧૬.૨૦્રુ એટલે કે રૂ. ૫૨.૧૩ કરોડ વધુ છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી ૧.૦૫ કરોડ લોકોએ મુસાફરી કરી છે.

રાજકોટ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની મહેનત અને નિષ્ઠા થી કામ કરીને ડિવિઝનને દરેક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પર પહોંચાડ્‍યું છે અને નોંધપાત્ર આવક મેળવીને ભારતીય રેલવેના વિકાસમાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે

(4:48 PM IST)