News of Thursday, 25th April 2024
ગજાનનધામ દ્વારા મહાપ્રસાદ-રકતદાન કેમ્પઃ રકતની રર૫ બોટલ સિવિલ હોસ્પિટલને અર્પણ

રાજકોટ : શ્રી બાલાજી હનુમાનજી પ્રેરિત ગજાનધામ દ્વારા શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે રકતદાન કેમ્પ તથા મહાપ્રસાદ બાલાજી મંદિર, કરણસિંહજી સ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરેલ. જેમાં અંદાજીત આઠ હજાર લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. સાથે આયોજીત રકતદાન કેમ્પમાં રરપ બોટલ લોહીની એકત્રીત કરી રાજકોટ સીવીલ હોસ્પીટલના થેલેસેમીક બાળકો તથા ગરીબ દર્દીઓ માટે જમા કરાવેલ.
આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા કિરીટભાઇ પાંધી, મુકેશભાઇ ગુંસાણી, ભરતભાઇ ગમારા, સંજયભાઇ જીવરાજાની, હરીશ પૂજારા, રમણીકભાઇ મીરાણી, સંજયભાઇ વાઘેલા, ધનેશ જીવરાજાની, રાજુ ચાવડા, લાલાભાઇ મનાણી, દિલીપભાઇ આડેસરા, પ્રવિણભાઇ પટેલ, હિતેષ જોગી, કાકુભાઇ મહેતા, વિજય વાગડીયા, અજય ચાવડા, રાજુભાઇ તન્ના, સંદિપ પટેલ, જીતુભાઇ અનડકટ, ભાગ્યેશ જીવરાજાની, હીશીત પુજારા, જીતુભાઇ ગોહેલએ જહેમત ઉઠાવેલી.
(4:53 PM IST)










