News of Saturday, 27th April 2024
બાલાજી હનુમાનજીના દર્શનાર્થે પરસોત્તમભાઇ રૂપાલા : મારૂતિ યજ્ઞમાં બિડુ હોમ્યુ

રાજકોટ : હનુમાન જયંતીના પાવન દિવસે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવારᅠᅠપરસોતમભાઇ રૂપાલાᅠᅠરાજકોટના બાલાજી હનુમાનજીના દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે આયોજીત મારૂતી યજ્ઞનુ બિડુ હોમ્યુ હતુ અને તેમના યજમાન પદે ચેતનભાઇ રામાણી પરીવાર દ્વારા ‘ધ્વજારોહણ' કરવામા આવ્યુ હતુ તેમજ ફુલહાર, મોમેન્ટો, રક્ષા બાંધી કોઠારી વિવેકસાગર સ્વામી, કોઠારી રાધારમણ સ્વામીએ આવકારી આશીર્વાદ આપ્યા હતાᅠ ત્યારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી ઉપસ્થીત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
(12:12 PM IST)










