<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નેપાળના ‘એવરેસ્‍ટ મેન' પર્વતારોહી કામી રીતા શેરપાએ સૌથી વધુ વખત એવરેસ્‍ટ સર કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડયા : ૨૯મી વખત વિશ્વના સર્વોચ્‍ચ શીખર સર કરનાર કહે છે પર્વતારોહણ સિવાઇ મારૂં બીજું કોઇ લક્ષ્ય નથી : એવરેસ્‍ટ મિશન માટે રવાના થતા પહેલા શેરપાએ કહ્યું હતું કે, હું ૨૯મી વખત સાગરમાથા પર ચઢવા જઈ રહ્યો છું : પર્વતારોહણ સિવાય મારૂં બીજું કોઈ લક્ષ્ય નથી : શેરપાએ ૧૯૯૨ માં તેની પર્વતારોહણની યાત્રા શરૂ કરી, એવરેસ્‍ટના અભિયાનમાં સહાયક સ્‍ટાફ સભ્‍ય તરીકે જોડાયા : ૫૪ વર્ષીય વ્‍યક્‍તિએ ૧૯૯૪માં ૨૪ વર્ષની વયે એવરેસ્‍ટની પ્રથમ ચડાઈ પૂર્ણ કરી હતી : કામી રીતા શેરપાએ સાગરમાથા પર ચઢવાના ૭૧ વર્ષના લાંબા ઈતિહાસમાં વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ વખત ચઢવાનો રેકોર્ડ બનાવ્‍યો છે : ઘણા લોકો રેકોર્ડ તોડવામાં વ્‍યસ્‍ત છે પરંતુ અમે રેકોર્ડ બનાવવા માટે આવું નથી કરી રહ્યા : હું નેપાળમાં પ્રવાસન કેવી રીતે વધારવું તે વિશે વિચારૂં છું : યુવાનીમાં કામી બૌદ્ધ ભિક્ષુ બનવા માંગતા હતા અને થોડો સમય મઠમાં પણ વિતાવ્‍યો હતો પરંતુ પછીથી તેમણે પોતાનો વિચાર બદલી નાખ્‍યો3:40 PM IST

મને મરી જવા મજબૂર કરનાર રાજીવ કોઠારી છે...ચિઠ્ઠી લખી કરિયાણાના વેપારી અનિલભાઇ સેદાણીનો આપઘાત : નવી કોર્ટ પાછળ રહેતાં વેપારીએ સવારે પુષ્‍કરધામ નંદી પાર્ક મેઇન રોડ પર પોતાની સદ્દગુરૂ પ્રોવિઝન સ્‍ટોર નામની દૂકાન પાછળ ઝેરી દવા પી લીધીઃ સારવાર માટે ખસેડાયા :પણ જીવ ન બચ્‍યોઃ યુનિવર્સિટી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો : અનિલભાઇએ ચિઠ્ઠીમાં લખ્‍યું-ગામડાના ડોક્‍યુમેન્‍ટના ઓઠા હેઠળ મારી ગેરહાજરીમાં મારા ભાઇ બકુલભાઇ પાસે ત્રણ ચાર કાગળમાં સહીઓ લઇ લીધી હતીઃ એ ફોન ઉપાડતો નથી, કટ કરી નાખે છે, ઘરનું એડ્રેસ આપતો નથીઃ દૂકાન પચાવી પાડવાનું કાવત્રુ હોવાની શંકા દર્શાવીઃ દસેક લોકો સામેલ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ : અનિલભાઇએ લખ્‍યું-અમારા બે ભાઇના નામે દૂકાનનો દસ્‍તાવેજ છે, અમે અપરિણીત હોઇ આગળ પાછળ કોઇ ન હોઇ દૂકાન પચાવવા કાવત્રુ કરાયું છે!3:14 PM IST

સાધુ વાસવાણી સ્‍કુલના સતત પાંચમાં વર્ષે ૧૦૦% પરિણામથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ છવાયેલ : મૂડીવાદીને બદલે સમાજવાડી વિચારધારાને ધ્‍યાને લઇ મધ્‍યમ વર્ગીય સમાજને પરવડે તેવી શૈક્ષણિક ફીથી ચાલતી : સમાજવાદી વિચારધારાને ધ્‍યાનમાં રાખી સાધુ વાસવાણી સ્‍કુલમાં મધ્‍યમ વર્ગીય સમાજના બાળકોને પરવડે તેવી ફીથી શિક્ષણ મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે : મૂડીપતિઓ સંચાલિત સ્‍કુલોમાં યોજાતા એન્‍યુઅલ ફંકશન, ટ્રેડ ફેર, બિઝનેશ ફેર, કેમ્‍પ, સાંસ્‍કૃતિક : કાર્યક્રમો વિગેરે યોજાતી બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાધુ વાસવાણી સ્‍કુલોમાં નિયમીતપણે યોજવામાં આવે છે : વિદ્યાર્થીઓની ખૂબીઓ અને ખામીઓ ઉપર વ્‍યકિતગત ધોરણે શૈક્ષણિક સ્‍ટાફ બારીકાઇથી અવલોકન કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થવામાં તત્‍પરતા દાખવવી તે સ્‍કુલની આગવી ઓળખ છે : સાધુ વાસવાણી સ્‍કુલના ચેરપર્સન એડવોકેટ રવિ બી. ગોગીયા, ફાઉન્‍ડર ટ્રસ્‍ટી બી.બી.ગોગીયા, સીઇઓ પુરૂષોત્તમ પીપરીયાએ સૌ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ10:16 AM IST

પહેલા ફ્રેન્‍ડશીપની વાત કરી પછી કહ્યું-લવ કરુ છું, કોઇની થવા નહિ દઉં...ધમકી દઇ વારંવાર દૂષ્‍કર્મઃ નિલેષ ઉર્ફ રવિ પકડાયો : બે સંતાનની માતાના ફોન નંબર મેળવી સતત મેસેજ કોલ કર્યા...એક દિવસ ઘરમાં ઘુસી વ્‍હોટ્‍સએપ હેક કર્યુ, પછી ફરીવાર આવી પતિ-સંતાનો-ભાઇને મારી નાખવાની ધમકી દઇ બળજબરી આચરીઃ ત્‍યારબાદ બ્‍લેકમેઇલીંગ કરી વારંવાર દેહ પીંખ્‍યો : મહિલાની ઘરે જઇ અને હોટેલમાં બોલાવી ધરાર દેહ ભોગવ્‍યોઃ એક વખત પતિ જોઇ જતાં મહિલાને માવતરે મોકલી દીધીઃ પોતાને ધમકી દઇ રવિએ ફસાવ્‍યાનું કહેતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ આરોપીને દબોચ્‍યો એક વખત મહિલાને ફોન કરી કહ્યું-મને સપનું આવ્‍યું છે કે તું બીજા સાથે ભાગી ગઇ એટલે ફોન કરવો પડયો! : રેકોર્ડીંગ ફોટા વાયરલ કરવાની ધમકી દઇ એક સંતાનનો પિતા પાનનો ધંધાર્થી વારંવાર બળજબરી આચરતો હોવાનો આરોપ4:52 PM IST

સત્ય અને મૂલ્યનિષ્ઠાના ભેખધારી પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મરનું અવસાન : ૧૦૩ વર્ષની આવરદા પ્રાપ્ત પ્રખર રાષ્ટ્રવાદી, જાહેરજીવન દરમિયાન સરકારી ભથ્થા અસ્વિકૃત કરનાર રત્નાભાઇનો આત્મા દિવ્ય જ્યોતિમાં વિલીન : ખેડૂતોના મસીહા બની તાત્કાલીન સરકાર સામે બંડ પોકારી ખેડૂતો પર લાદેલ લેવી કર નાબૂદ કરાવ્યો : અન્ન અછતના દિવસોમાં તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીની આહલેક હતી કે અઠવાડિયે એક ટંક અનાજ ભોજનમાં નહીં લેવું: આ વાત જીવનપર્યંત સ્વીકારીને રત્નાબાપાનો પરિવારને આજે પણ દર સોમવારે એક ટંક ભોજન નહીં કરવાની પ્રથા રત્નાબાપાનાં અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખી લાલબહાદુર શાસ્ત્રીને સમર્પિત શ્રધ્ધાભાવ વ્યકત કરે છે 11:13 AM IST