તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
એડવોકેટ કેવલ પુરોહિત-તન્વી શેઠની નવી ઓફીસનો કાલથી પ્રારંભ

રાજકોટ,તા. ૨૭: આવતીકાલે રવિવારે તા.૨૮/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યાથી રાજકોટના યુવા એડવોકેટ કેવલ જે. પૂરોહિત અને તન્વી બી. શેઠ-પૂરોહિતની નવી ઓફિસનું ઉદ્ઘાટન છે. તેમની નવી ઓફિસનો ૩૧૭, ધ સ્પાયર ૨, શિતલ પાર્ક ૧૫૦ ફુટ રિંગ રોડ રાજકોટ ખાતે પ્રારંભ થનાર છે ત્યારે કેવલ જે પૂરોહિતે ૨૦૧૩થી આ ક્ષેત્રમાં છે. કાયદાનો અભ્યાસ કર્યા બાદ સને ૨૦૧૯માં સનદ મેળવી વકીલાત શરૂ કરી હતી, જયારે સને ૨૦૧૮માં તન્વી બી. શેઠ-પૂરોહિતે કાયદાનો અભ્યાસ કર્યા બાદ સનદ મેળવી વકીલાતની શરૂઆત કરી હતી. બંને વકીલ દંપતી ક્રિમિનલ અને ફેમિલી ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરી અનેક કેસોમાં અસિલોને ન્યાય અપાવેલ છે. તેમની નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે સિનિયર જુનિયર વકીલો, સ્નેહીજનો ૭૮૨૦૦ ૩૦૦૨૪ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
(12:29 PM IST)










