તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
સરદાર પટેલ ગ્રુપ અને જય વેલનાથ યુવા મંચ દ્વારા કાલે મહારકતદાન કેમ્પ

રાજકોટ તા. ૨૭ : સરદાર પટેલ ગ્રુપ અને જય વેલનાથ યુવા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે કાલે મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા દ્વારા ૨૧ થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓને દતક લેવામાં આવ્યા છે. તેમને સમયસર બ્લડ મળી રહે તે હેતુથી આ રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં વિવિધ બ્લડ બેંકો જોડાશે.
કાલે તા. ૨૮ ના રવિવારે સાંજે ૩ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી બેડીપરા પટેલવાડી ખાતે આ રકતદાન કેમ્પ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રકતદાન કરવા અપીલ કરાઇ છે.
કેન્દ્રીયમંત્રી પરસોતમભાઇ રૂપાલા વિશેષ ઉપસ્થિત રહી રકતદાતાઓનો ઉત્સાહ વધારશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સરદાર પટેલ ગ્રુપ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ જસ્મીનભાઇ પીપળીયા અને જય વેલનાથ યુવા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવભાઇ કોરડીયાના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવાઇ રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે કાર્યક્રમોની વિગતો વર્ણવતા દેવભાઇ કોરડીયા (જય વેલનાથ યુવા મંચ ગુજરાત અધ્યક્ષ), યતિન રોકડ (એસપીજી વેસ્ટ રાજકોટ પ્રમુખ), ભરતભાઇ ડાભી (ચેરમેન તાલુકા પંચાયત રાજકોટ), મહેન્દ્રભાઇ વાસાણી (એસપીજી રાજકોટ શહેર ઉપપ્રમુખ), દેવાંગભાઇ કુકાવા, દિપકભાઇ માનસુરીયા, કુવરજીભાઇ ભખોડીયા, કુલદિપભાઇ પટેલ વગેરે નજરે પડે છે.
(12:15 PM IST)










