<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

ચોટીલામાં જમવાનું માંગતા સાધુ ઉમેશગીરીને પાઇપના ઘા મળ્યા

રામદૂત હોટેલ પાસે બનાવ બન્યોઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: ચોટીલામાં ડુંગર નજીક ગમે ત્યાં રહેતાં અને આસપાસમાં આટા ફેરા કર્યે રાખતાં સાધુ ઉમેશગીરી મહાવીરગીરી ગોસ્વામી (ઉ.વ.૩૮)ને સાંજે આઠેક વાગ્યે ચોટીલામાં રામદૂત હોટેલ નજીક અજાણ્યા શખ્સોએ પાઇપથી માર મારતાં માથા, કપાળ, શરીરે ઇજાઓ થતાં ચોટીલા સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ અને ધર્મેન્દ્રભાઇ હુદડે ચોટીલા પોલીસને જાણ કરી હતી. સાધુ ઉમેશગીરીની કહેવા મુજબ પોતે જમવાનું માંગવા જતાં અજાણ્યાએ ઝઘડો કરી પાઇપથી હુમલો કર્યો હતો.

(12:26 PM IST)