<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

ભાજપના સમર્થનમાં બુધવારે વિશ્વકર્મા સમાજનું સંમેલન

પૂર્વ તૈયારી અર્થે ગુ. ક્ષ. કડિયા, સમસ્‍ત પ્રજાપતિ, સુતાર, લુહાર, સોની, સતવારા, દરજી વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો -આગેવાનોની જીવરાજ પાર્કમાં મળી ગયેલ મીટીંગ : સમગ્ર વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓએ એક થઇને નેક થઇને સમાજ ઉત્‍થાાનના કાર્યમાં લાગી જવા નરેન્‍દ્રભાઇ સોલંકીની હાકલ

રાજકોટ, તા. ર૬ : નરેન્‍દ્ર મોદીના વડાપ્રધાન પદના શાસન કાળના યશસ્‍વી ૧૦ વર્ષ પૂર્ણ થયા બાદ નવી ટર્મને લઇને દેશભરમાં હાલ ચૂંટણી રૂપી મહાપર્વની ઉજવણીઓ ચાલી રહી છે ત્‍યારે રાજકોટ શહેરમાં પણ સમગ્ર વિશ્વકર્મા સમાજ દ્વારા આ રાષ્‍ટ્ર યજ્ઞમાં આહુતીઓ અર્પણ કરવાના હેતુથી તેમજ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર ગુજરાતના તેમજ રાજકોટના સમર્થનમાં એક વિશાળ સ્‍નેહમીલન કાર્યક્રમનું આગામી તા. ૧-પ-ર૦ર૪, બુધવારના આયોજન કરવામાં આવ્‍યું છે.

આ આયોજને વધુમાં વધુ સફળ અને ભવ્‍ય બનાવવાના હેતુથી સમગ્ર વિશ્વકર્મ સમાજની વિવિધ જ્ઞાતિઓ દ્વારા એટલે કે ગુ.ક્ષ. કડિયા, સુથાર, લુહાર, સોની, દરજી તેમજ સમસ્‍ત પ્રજાપતિ સમાજના દરેક ગોળ અને સતવારા સમાજના પ્રમુખશ્રીઓ અને આગેવાનો એક મોટીંગનું જીવરાજ ફાર્મ હાઉસ, જીવરાજ પાર્ક ખાતે તાજેતરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું.

જેમાં સર્વે વિશ્વકર્મા સમાજના પ્રમુખો તેમજ આગેવાને દ્વારા આગામી સંમેલનને ભવ્‍યાતિ ભવ્‍ય તેમજ મજબુત સંગઠન બનાવવાના હેતુથી પોત પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમની રૂપ રેખાને લઇને આગામી આયોજન વિશે તૈયારીઓ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર સમાજના આગેવાનો તેમજ હોદ્દેદારશ્રીઓ દ્વારા એક જ સુરે જણાવવામાં આવેલ હતુ કે સમગ્ર સમાજ એક બની અને નેક બની હજારોની સંખ્‍યામાં દરેક સમાજના લોકો આ કાર્યક્રમની અંદર જોડાઇ તેવું જણાવવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં આગામી સંમેલનના આયોજન અંગે માહીતી આપતા વિશ્વકર્મા સમાજના આગેવાન અને શ્રી ગુ.ક્ષ. કડિયા જ્ઞાતિ સમસ્‍ત,રાજકોટ ના પ્રમુખશ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઇ સોલંકી) એ જણાવ્‍યુ હતુ કે આજની શાસ્‍વત પરિસ્‍થીતીઓમાં સમગ્ર સમાજના લોકો પોત પોતાની જ્ઞાતિઓના સંગઠન કરતા હોય છે અને કાર્યક્રમો પણ કરતાં હોય છે. ત્‍યારે સમગ્ર વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓ તેમજ બક્ષીપંચ સમાજની નાની જ્ઞાતિઓ અલગ અલગ રીતે વહેંચાયેલી છે. સમગ્ર વિશ્વકર્મા સમાજની ઉપરોકત જ્ઞાતીઓ એક થઇ નેક થઇ અને સમાજના ઉત્‍થાન માટે સાથે મળી અને જો કાર્યક્રમો કરવામાં આવે તો આપણા સમાજની સમગ્ર ગુજરાતની અંદર આશરે ૧૨્રુ જેવી વસ્‍તીઓ થાય છે. આપણે ઘણી વખત બીજી બાકીની જ્ઞાતિઓના જાહેર જીવનની અંદર  સંગઠનના દાખલાઓ દેતા હોય છે અને વાતો પણ કરીએ છીએ કે આપણા સમાજને યોગ્‍ય પ્રતિનીધીત્‍વ નથી મળતુ તો એના મુળમાં પણ આપણે સૌ જવાબદાર છીએ ગત વિધાનસભાની ચુંટણીઓ પછી હાલના વડા પ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ધ્‍યાને આવ્‍યુ કે સમગ્ર દેશની અંદર વિશ્વકર્મા સમાજની ખુબ જ મોટી જન સંખ્‍યાઓ છે અને આ જ્ઞાતિઓ વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે. ત્‍યારે કેન્‍દ્ર સરકારની પણ ફરજ બને છે કે જે રીતે બાકીની જ્ઞાતિઓને સરકારશ્રી દ્વારા લાભો આપવામાં આવે છે. તે જ રીતે સમગ્ર વિશ્વકર્મા સમાજની જ્ઞાતિઓને પણ લાભો મળવા જોઈએ જેથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર વિશ્વકર્મા સમાજના લોકોને પી.એમ. વિશ્વકર્મા યોજનાનું જાહેરાત કરવામાં આવી અને વિશ્વકર્મા યોજનાના નિચે ટુંક સમય પહેલા જ સમગ્ર સમાજના

 લોકોને પોત પોતાના વ્‍યવસાય માં ઉપયોગી થઇ શકે તે પ્રકારના ઓજારો અને લોન માટે થઈને ખુબજ મોટા પ્રમાણમાં એટલે કે લાખોની સંખ્‍યામાં ફોર્મ ભરવામાં આવેલ છે. ત્‍યારે આપણા સૌ સમાજના લોકોનું પણ દારિત્ર બને છે કે આપણે પણ સમગ્ર સમાજના લોકો દ્વારા વધારેમાં વધારે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપી અને તમામ ઉમેદવારોને ભવ્‍યાતિ ભવ્‍ય રીતે વિજય બનાવીએ તેજ અપેક્ષા અને એટલા માટે તા. ૧-૫-૨૦૨૪, બુધવાર ના રોજ સાંજે ૬ કલાકે સમગ્ર વિશ્વકર્મા સમાજ દ્વારા શ્રી જીવરાજ ફાર્મ, શ્રી જીવરાજ પાર્ક, આર.પી.એસ. સ્‍કુલ સામે, રાજકોટ ખાતે ભવ્‍યાતિ ભવ્‍ય રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતના નામાંકીત હાસ્‍ય કલાકાર શ્રી ધીરૂભાઈ સરવૈયા, વિશાલભાઈ વરૂ, રેખા વાળા વગેરે અનેક નામાંકીત કલાકારોની સાથે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સમસ્‍ત વિશ્વકર્મા સમાજના લોકોને આગેવાનો દ્વારા ઉમટી પડવા માટેની હાંકલ કરવામાં આવેલ છે.

(12:28 PM IST)