<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

રાજેશ ચોૈહાણે લોનને લીધે દેણું થતાં ટ્રેન હેઠળ ઝંપલાવ્‍યું: બંને પગ કપાયા

દેવકીનંદન સોસાયટીના યુવાને ભગવતીપરા પાસે પગલુ ભર્યુ

 

 

 રાજકોટ તા. ૨૭: આજીડેમ ચોકડી પાસે દેવકીનંદન સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ બિરેન્‍દ્રભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૧) નામના યુવાને બપોરે બે વાગ્‍યે ભગવતીપરા જુના પૂલ નજીક ૧૨૨ નંબરની ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતાં બંને પગ કપાઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા છે.

રાજેશભાઇને સંતાનમાં ચાર પુત્રી છે. પોતે બે બહેન અને ચાર ભાઇમાં મોટો  છે. મુળ યુપીનો આ યુવાન રામવન પાસે બફના કારખાનામાં કામ કરે છે. કારખાનેથી બપોરે એકાદ વાગ્‍યે નીકળી ગયા બાદ આ પગલુ ભર્યુ હતું. બેંકમાંથી ત્રણ લાખની લોન, ક્રેડીટ કાર્ડ તેમજ મકાન પર પણ લોન લીધી હોઇ દેણુ થઇ જતાં આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને કરવામાં આવી હતી.

 

(4:11 PM IST)