તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
લોકોને આપેલા નાણા પાછા ન આવતાં નુરમામદભાઇ પૂલમાં લટક્યાઃ દોરી તૂટતા પટકાતાં પગ ભાંગી ગયા
પારેવડી ચોક ખોડિયારપરાના રિક્ષચાલક આધેડ સારવારમાં: ભગવતીપરા જુના રેલ્વે પૂલ પાસે બનાવ

રાજકોટ તા. ૨૭: શહેરના પારેવડી ચોક ખોડિયારપરા-૩માં રહેતાં નુરમામદભાઇ આદમભાઇ બ્લોચ (ઉ.વ.૪૫) નામના આધેડે ભગવતીપરા જુના રેલ્વે પૂલ પર દોરી બાંધી દેહ લટકાવી દેતાં દોરી તૂટી જતાં નીચે પટકાતાં બંને પગ ભાંગી જતાં અને કમરમાં પણ ફ્રેકચર થઇ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ ભગવતીપરા જુના પૂલ પર એક આધેડે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં દોરી તૂટી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તપાસમાં તેમની ઓળખ થતાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
નુરમામદભાઇ બે બહેનથી મોટા છે અને સંતાનમાં એક પુત્રી તથા એક પુત્ર છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પણ હાલમાં હરસની તકલીફ હોઇ કામધંધો કરી શકતાં નથી. તેમના સગાએ જણાવ્યું હતું કે નુરમામદભાઇએ અલગ અલગ લોકોને નાણા ઉછીના આપ્યા હતાં. હાલમાં તેઓ કામ કરી શકતાં ન હોઇ આ લોકો પાસેથી પૈસા પાછા માંગતા તે પૈસા પાછા આપતા ન હોઇ અને ઉલ્ટાની માથાકુટ કરતાં હોઇ નુરમામદભાઇ કંટાળી જતાં તેમણે ગળાફાંસો ખાઇ લીધો હતો. પણ દોરી તૂટી જતાં બંને પગ અને કમરમાં ફ્રેકચર થઇ ગયા હતાં. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(4:12 PM IST)










