તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
૮ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી પત્થરના ઘા મારી હત્યા કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ
આવા હેવાનિયતભર્યા ગંભીર ગુનામાં આરોપીને જામીન પર છોડી શકાય નહિ : અદાલત

રાજકોટ, તા.૨૭: અત્રે આઠ વર્ષની બાળકીને ઉજજળ વિસ્તારમાં લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ કરી બાળકીએ અવાજ કરતા મોટા પથ્થરથી તેણીનું માથુ ફોડી નાખી હત્યા કરનાર આરોપીની મદદગારીના ગુન્હામાં ભરત કેશવભાઈ મીણાની રેગ્યુલર જામીન અરજી પોકસોની ખાસ અદાલતેઅરજી રદ કરેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે બનાવના દિવસે બાળકીના પિતાએ મુખ્ય આરોપી મૈથીલેશને બાળકીને ભાગ લઈ દેવા માટે લઈ જવા જણાવેલ. આ વાતને તક માની મૈથીલેશે પોતાના મિત્ર આરોપી ભરત મીણાને બાળકી પોતાના હસ્તક હોવાનું જણાવી રેલ્વે ટ્રેકના ઉજજળ પાટા ઉપર બોલાવેલ. આ મુજબ મૈથીલેશ આ બાળકીને લઈને રેલ્વેના પાટા પાછળના ઉજજળ વિસ્તારમાં લઈ ગયેલ અને ત્યાં બાળકી ઉપર દુષ્કર્મ કરવાનું શરૃ કરેલ. આ સમયે બાળકીએ ચીસા ચીસા કરતા મૈથીલેશે બાજુમાં પડેલો મોટો પથ્થર ઉપાડી બાળકીના માથા ઉપર મારેલ. આથી બાળકીનું સ્થળ પર જ મરણ થયેલ. આ દરમ્યાન ભરત અને તેનો સાગરીત સ્થળ પર આવી ગયેલ અને ત્રણેયે ભેગા મળી બાળકીની લાશને બનાવવાળી જગ્યાએથી કમ્પાઉન્ડ વોલની પાછળ ફેંકી દીધેલ. ત્યારબાદ ત્રણેયે મૈથીલેશના ઘરે આવી તેના કપડા ઉપર બાળકીના લોહીના ડાથ હતા તે સાફ કરવા માટે કપડા ધોયેલ. આ બનાવની પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી પંચનામા કરેલ અને મૈથીલેશે પોતાના બન્ને મિત્રો સાથે આ કૃત્ય કરેલ હોવાનું જણાતા મૈથીલેશના ઘરે ન્યાય સહાયક વૈજ્ઞાનિક પધ્ધતિથી બાથરૃમનું પરીક્ષણ કરેલ જયાં લોહીના ડાઘો જણાય આવેલ હતા.૧) સહ આરોપી ભરત મીણાએ જમીન અરજી કરી જણાવેલ હતુ કે તેઓએ બાળકી સાથે દુષ્કર્મ કે હત્યા કરેલનો કોઈ પુરાવો નથી તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ.
શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલશ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે બાળકી સાથે સંયુકત રીતે દુષ્કર્મ કરવાના ઈરાદાથી જ અરજદાર આરોપી ભરત મીણાને મુખ્ય આરોપી મૈથીલેશે સ્થળ પર બોલાવેલ હતો. પરંતુ અરજદાર આરોપી ભરત મીણા સ્થળ પર પહોંચે તે પહેલા બાળકીની હત્યા કરી નાખવામાં આવેલ હતી. દુષ્કર્મ અને ખૂનના મુખ્ય આરોપી મૈથીલેશના કપડા ઉપરથી લોહીના ડાઘ મીટાવવા માટે હાલના અરજદાર આરોપી ભરત મીણાએ મદદગારી કરેલ છે તેમજ બાળકીની લાશને કમ્પાઉન્ડ વોલની પાછળ ફેંકી દેવા માટે પણ મદદગારી કરેલ છે. આ પ્રકારની મદદગારી માટે આ અરજદાર આરોપીને મુખ્ય આરોપી મૈથીલેશ જેટલી જ સજા થવાપાત્ર છે. તેથી આ આરોપીને જામીન મુકત કરી શકાય નહીં. આ હેવાનીયતભર્યા ગુન્હામાં પોકસો અદાલતે બાળકીના પિતાને રૃપીયા સાત લાખ પચાસ હજારનું ખાસ વળતર અપાવેલ છે.
શ્રી સરકાર તરફેની આ દલીલના અંતે પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ શ્રી જે.ડી. સુથાર આરોપી ભરત કેશવભાઈ મીણાની રેગ્યુલર જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે.વોરા રોકાયેલ.
(4:27 PM IST)










