<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે વધુ બે ગુનેગારના વોરન્‍ટ ઇશ્‍યુ કર્યા

નીતીન ઉર્ફ બાડો અને યશ ઉર્ફ ચીનીને પાસામાં ધકેલી દેવાયા થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, પીસીબી પીઆઇ એસ. એસ. રાણે, હેડકોન્‍સ. ભરતસિંહ, એએસઆઇ ઇન્‍દ્રસિંહ સહિતે વોરન્‍ટ બજવણી કરી

 

રાજકોટ તા. ૨૭: ચોરી, લૂંટ, દારૂ સહિતના ગુનાઓમાં સામેલ વધુ બે શખ્‍સોએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે. થોરાળા પોલીસે આ બંને દરખાસ્‍ત તૈયાર કરીને રજૂ કરતાં તે મંજુર થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ગંજીવાડા મેઇન રોડ પર સસ્‍તા અનાજની દૂકાન પાસે રહેતાં નિતીન ઉર્ફ બાડો ખીમજીભાઇ સારેસા (ઉ.વ.૨૭) તથા દૂધ સાગર રોડ આકાશદિપ સોસાયટી-૧૧ બ્‍લોક નં. એલ-૭૯માં રહેતાં યશ ઉર્ફ ચીની લેખરાજભાઇ શર્મા (ઉ.વ.૨૨)ને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત મંજૂર કરી પોલીસ કમિશનરે નિતીન ઉર્ફ બાડાને મહેસાણા જેલમાં અને યશ ઉર્ફ ચીનીને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.

નિતીન વિરૂધ્‍ધ અગાઉ ચોરી, લૂંટ, આર્મ્‍સ એકટ, દારૂ, નિર્લજ્જ હુમલો સહિતના ૧૪ ગુના થોરાળા, બી-ડિવીઝન, ભક્‍તિનગર, તાલુકા અને શાપર પોલીસમાં નોંધાઇ ચુક્‍યા હતાં. જ્‍યારે યશ ઉર્ફ ચીની વિરૂધ્‍ધ ડીસીબી અને થોરાળામાં દારૂના ત્રણ ગુના નોંધાયા હતાં. જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાધવની સુચના મુજબ થોરાળા પીઆઇ એન. જી. વાઘેલા, હેડકોન્‍સ. ભરતસિંહ પરમાર, ભરતભાઇ ડભી, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, પીસીબીના ઇન્‍સ. એસ. એસ. રાણે, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્‍વામીએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(4:15 PM IST)