તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 27th April 2024
રાષ્ટ્રહીતમાં મતદાન અચુક કરજો : ‘વોટસમેકસ અભિયાન' તળે લોકજાગૃતિ માટે સરસ પ્રયાસ

રાજકોટ તા. ૨૭ : હાલ લોકશાહીનું પર્વ ચાલી રહ્યુ છે અને પ્રથમ તથા દ્વીતીય ચરણનું મતદાન પુરૂ થઇ ગયુ છે. ગુજરાતમાં ૭ મે ના મતદાન છે. ત્યારે રાષ્ટ્રહીતમાં દરેક વર્ગે અચુક મતદાન કરવા ‘વોટમેકસ' અભિયાન શરૂ કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ અભિયાન ચલાવતા આગેવાનોએ જણાવ્યુ હતુ કે અમે રાષ્ટ્રધર્મ નિભાવવાનાં સંકલ્પથી થનગનતા યુવાઓનું એક ગ્રુપ બનાવ્યુ છે. જેના માધ્યમથી શહેરના શિક્ષણ વિભાગ, વિવિધ વ્યાપારી એસોસીએશન, મહીલા મંડળો, સોસાયટીઓને સાથે રાખી મહત્તમ મતદાન થયા તે માટે પ્રયાસો કરાશે.
મતદાન દિવસ પહેલાં કરવાના જાગૃતિના કાર્યો જેવા કે શહેરના કુરીયરમાં રોજના ૧૦,૦૦૦ પત્રવ્યવહાર થાય છે. ત્યારે તે તમામ પત્રો પર ‘રાષ્ટ્રહિતમાં મતદાન, ૧૦૦% મતદાન' ના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે. એજ રીતે વિવિધ સોસાયટી, મોલ, હોટલ, કથા સ્થળ, લગ્ન સ્થળ, મંદિરોમાં જઇ મહતમ મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવશે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોતે મતદાન કરવા જશે એવા જાગૃતિના વીડીયો અપલોડ કરી, વોટમેકસ જેવા હેશટેગનો ઉપયોગ કરવા, ફસ્ટ ટાઈમ વોટરને અપીલ કરી એમને પ્રત્યક્ષ ભાગીદારી કરવા પ્રેરવામાં આવશે. રેડીયો અને ગુગલ ફોર્મનો પણ સહારો લઇ વધુને વધુ મતદાન થાય તે માટે સૌને જાગૃત કરાશે.
આ અભિયાનમાં નાથાભાઇ કમાણી, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, ગૌતમભાઇ ધમસાણીયા, રજનીભાઇ છાંટબાર, અજયભાઇ જોશી, રતિલાલભાઇ ગણાત્રા, રમેશભાઇ ત્રિવેદી, કૈલાસભાઇ રાજપરા, વિષ્ણુભાઇ ખાન્ડલા, નવીનચંદ્ર ગોરવાડીયા, દર્શનભાઇ ભેસદડીયા, પરિમલભાઇ જોશી, ડો. કે. આર. રામ, ડેનીસભાઇ આડેસરા અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે મતદાનની મહત્વતા વિષે જાગૃતિ અભિયાન ચલાવતા વોટમેકસ ટીમના આગેવાનો નજરે પડે છે.
(4:17 PM IST)










