તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૧ બુધવાર
News of Wednesday, 1st May 2024
પોલીસમેન પુત્રએ કહ્યું- પરમ દિવસે જ પિતાએ વાત કરી હતી કે ૪ લાખ ચુકવવાનું દબાણ છેઃ મોબાઇલમાં વ્યાજખોરોના નામ
પુનિતનગર ટાંકા પાસે અમેરીકન મકાઇના ડોડા વેંચી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ ખુંટ અને ભારતીબેન ખુંટે ટંકારાના છતરની શાળા પાસે વખ ઘોળતાં બંનેએ દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમાઃ તેમના મોબાઇલ ફોનનો લોક ખુલે પછી વિગતો બહાર આવશે ગઇકાલે બપોર બાદ પગલુ ભરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ વારાફરતી શ્વાસ થંભી ગયાઃ બંનેનો એકનો એક પુત્ર મિલનભાઇ ખુંટ રાજકોટ શહેર પોલીસમાં ચુંટણી અંતર્ગત સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવે છેઃ ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ચારથી પાંચ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ હતો : પિતાને પરમ દિવસે પુત્રએ લોન લઇ દેણામાંથી મુક્ત થઇશું એવી વાત કરી અને બીજા દિવસે જ તેમણે પત્નિ સાથે આ પગલુ ભર્યુ પોલીસમેનના માતા-પિતાના આપઘાતથી હડાળા ગામ, પરિવારજનોમાં શોકની કાલીમા

(12:21 PM IST)










