<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

પરેશ ધાનાણીએ બળદ ગાડુ ચલાવ્યું

રાજકોટ:રાજકોટ લોકસભા બેઠકના  ''આપ'' અને કોંગ્રેસના સંયુકત ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ આજે કોટડા સાંગાણી  તાલુકાના ભાડવા ગ્રામ્ય વિસ્તારોમાં જનસંપર્ક દરમિયાન બળદ ગાડુ ચલાવીને લોકોને મળ્યા હતા.

પરેશ ધાનાણીએ આજે સ્વાભિમાન યુદ્ધ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા, નારણકા, રાજપરા, ભાડુઇ, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા, જુના રાજપીપળા નવા રાજપીપળા, વાદીપરા, કરમાળ પીપળીયા, બગદડિયા, સાંઢવાયા, સતાપર, શિશક તથા રામપર ગામમાં જનસંપર્ક કરી  રહ્યા છે. જયારે સાંજે ૬ વાગ્યે કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન તથા જાહેર સભા પરેશભાઇ ધાનાણી સંબોધશે.

(3:59 PM IST)