News of Wednesday, 1st May 2024
ગુજરાત સ્થાપના દિને શહેરીજનોને મળ્યું નવું નઝરાણું
હરો-ફરો-મોજ કરોઃ અટલ સરોવર ખુલ્યુ
તંત્ર દ્વારા બાળકો માટે રૂા.૧૦ તથા મોટેરાઓ માટે રૂા.૨૫ ની ફી નિયત કરાઇઃ ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ

રાજકોટ તા.૧: આજે ગુજરાત સ્થાપના દિને રાજકોટને અટલ સરોવરની ભેટ મળી છે. ચુંટણી જાહેર થઇ તે પહેલા ભુપેન્દ્રભાઇએ વર્ચ્યુઅલી ઉધ્ઘાટન કર્યુ હતું. જયારે આજથી તંત્ર દ્વારા તેને લોકોને ફરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. અટલ સરોવરમાં બાળકો માટે રૂ.૧૦ તથા મોટેરાઓ માટે રૂ.૨૫ ની ફી રાખવામાં આવી છે. ૧૩૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલ અટલ રોવર શહેરીજનો માટે નવું નઝરાણું બની રહેશે.
મનપા તંત્રનાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ હાલ વિવિધ રાઇડસ ચાલુ નહિ થાય અને સરોવરનો સમય સહિતની વિગત આગામી સમયમાં નીર્ણય થશે કરાશે.
શહેરમાં કાલાવડ રોડ અને જામનગર રોડ વચ્ચે નવા રીંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા સરકારની સહાયથી ‘અટલ સરોવર' નામના નવા જોવા, જાણવા અને માણવા લાયક સ્થળનો ઉમેરો થઇ રહ્યો છે.
૨૦૧૯થી અટલ સરોવરનું કામ ચાલી રહ્યું છે. વિશાળ અટલ સરોવર ઉપરાંત વિવિધ રાઇડસ, નયનરમ્ય બગીચા, આંતરિક પાકા રસ્તા, વોકીંગ ટ્રેક, સાઇકલ ટ્રેક, ફૂડ કોર્ટ, ગ્રામીણ કુટિર વગેરે આકર્ષણો જોવા મળશે. મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે.સ્માર્ટ સીટી એટલે કે રૈયા ટી.પી. સ્કીમ નં. ૩૨માં મનપા દ્વારા બેનમૂન અટલ સરોવરનું નિર્માણ ૧૩૬ કરોડના ખર્ચે થઇ રહ્યું છે. ૨ાા વર્ષ અગાઉ આ પ્રોજેકટનું ખાતમુહુર્ત થયેલ. જેનું ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. એટલે કે સરોવરની મુખ્ય માળખાકિય સુવિધાઓનું કામ લગભગ થઇ ગયું છે.
હવે બાકીની એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે સુવિધાનું કામ જ બાકી છે જે પૂર્ણ કરવા તંત્ર પ્રયાસો કરી રહ્યું છે અને આગામી બે મહિનામાં જ ‘અટલ સરોવર'લોકો માટે ખુલ્લુ મુકવા તંત્ર થનગની રહ્યું છે.
ભારત સરકારશ્રીની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ૧૦૦ શહેરો પૈકી રાજકોટ શહેરને સ્માર્ટ સીટી તરીકે વિકસીત કરવાનું નક્કી થયેલ જે અન્વયે રાજકોટ મહાનરપાલિકાએ રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમીટેડ કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે.
અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર ૯૨,૮૩૭ ચો.મી. છે. આશરે ૧૩૬ કરોડના ખર્ચે ડેવલોપ
કરવામાં આવી રહ્યુ છે અને એજન્સી દ્વારા ૧૫ વર્ષ સુધી અટલ સરોવરની નિભાવ મરામતની જવાબદારી રહેશે. જેમાં, ગાર્ડન, લેન્ડસ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઈકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા, વોલ્ક-વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરીસવ્હીલ, એમ્ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. અટલ સરોવર ડેવલોપમેન્ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્થળ મળી રહેશે.
૯૩ હજાર ચો.મી. તળાવ
રાજકોટ : અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કની કામગીરી પ્રગતિમાં છે. આ તળાવમાં અંદાજે ૪૭૭ મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું સ્થળ મળી રહેશે. અટલ સરોવરનું કૂલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી છે, જેમાં વોટર બોડીનું કુલ વિસ્તાર ૯૨,૮૩૭ ચો.મી છે. આ પ્રોજેક્ટની ૧૫ વર્ષ નિભાવ મરામતની જવાબદારી ડેવલપર એજન્સીની રહેશે.
શહેરમાં લાલપરી અને રાંદરડા તળાવ બાદ છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષોમાં આ એકમાત્ર તળાવ છે જેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલ છે. શહેરના નવા રીંગરોડ પર બની રહેલ હોઈ, શહેરની આસપાસના વિસ્તારો માટે એક નવું નજરાણું બની રહેશે.
અટલ સરોવરમાં સુવિધાઓ
* ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન
* ફેરિસવ્હીલ (૩૦ મીટર એટલેકે ૧૦૦ ફૂટ ડાયામીટર છે)
* બોટિંગ, ટોયટ્રેઇન
* વોકવે, સાઇકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા,
* બે એમ્ફીથીયેટર
* એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડ સ્કેપિંગ
* પાર્ટી પ્લોટ, બે (૨) ફૂડ કોર્ટ, ગ્રામ હાટ (શોપિંગ સેન્ટર શોપ્સ) ફ્લેગ માસ્ટ (૭૦ તથા ૪૦ મી. ઊંચા)
*લાઈટ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ
(3:28 PM IST)










